Connect Gujarat
સુરત 

સુરત : કડોદરાની કોપરેટિવ બેંકમાં કર્મચારીઓને બંધક બનાવી રૂ. 7 લાખની લૂંટ ચલાવી બુકાનીધારીઓ ફરાર

કડોદરા ખાતે ધોળે દિવસે લૂંટની ઘટના બની. એક બુકાનીધારી લૂંટારુએ બેંકના 8 કર્મચારીઓને બંધક બનાવી 7 લાખ જેટલા રૂપિયાની લૂંટ કરી થઈ ગયો ફરાર થયો હતો.

X

સુરતના કડોદરા ખાતે ધોળે દિવસે લૂંટની ઘટના બની. એક બુકાનીધારી લૂંટારુએ બેંકના 8 કર્મચારીઓને બંધક બનાવી 7 લાખ જેટલા રૂપિયાની લૂંટ કરી થઈ ગયો ફરાર થયો હતો.

સુરત જિલ્લો દિવસેને દિવસે ગુનાખોરીનો હબ બનતો જાય છે ત્યારે જ વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. સુરત જિલ્લામાં પલસાણા તાલુકાના કડોદરા નગરમાં સુરત ડિસ્ટ્રિક્ટ કો. ઓપરેટિવ બેન્કની કડોદરા શાખામાં ગ્રાહકની સ્વાંગમાં પ્રવેશેલો એક બુકાની ધારી લૂંટારુંએ બંદૂકની અણીએ બેંકના તમામ કર્મચારીઓને બાનમાં લઈ દિલધડક લૂંટ ચલાવી હતી. લૂંટની સમગ્ર ઘટના બેંકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સૌપ્રથમ લૂંટારું બેંકમાં ઘૂસી આવી લૂંટારુએ બેંકના કેશિયર ના માથે પિસ્તોલ મૂકી કેશિયર પાસેથી 7 લાખની લૂંટ કરી તમામ બેક કર્મચારીઓને બેંકના એક રૂમમાં પુરી બેંકના મુખ્ય દરવાજાને લોક કરી લૂંટારું રોકડ રકમ લઇ ફરાર થઈ ગયો હતો. કડોદરા પોલીસને જાણ કરતા કડોદરા તેમજ સુરત જિલ્લા એલ.સી.બી,એસ.ઓ.જી તેમજ ડોગ સ્કોડ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી બેંકમાં લગાવવામાં આવેલ CCTV તપાસી તપાસ શરૂ કરવામાં આવી હતી.

Next Story