Connect Gujarat
સુરત 

સુરત: દિવાળી પૂર્વે જ કાપડ માર્કેટમાં ભયંકર મંદીનો માહોલ, વેપારીઓની ચિંતામાં થયો વધારો

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ભયંકર મંદિરનો મહોલ જોવા મળી રહ્યો છે ગત વર્ષની સરખામણીએ 50% જ વેપાર માર્કેટમાં જોવા મળી રહ્યો છે

સુરત: દિવાળી પૂર્વે જ કાપડ માર્કેટમાં ભયંકર મંદીનો માહોલ, વેપારીઓની ચિંતામાં થયો વધારો
X

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ભયંકર મંદિરનો મહોલ જોવા મળી રહ્યો છે ગત વર્ષની સરખામણીએ 50% જ વેપાર માર્કેટમાં જોવા મળી રહ્યો છે જેને લઈને વેપારીઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે દિવાળીના 10 દિવસ અગાઉ 350 ટ્રકો અન્ય રાજ્યોમાં માલ લઈને પસાર થતી જ્યારે આ વર્ષે 160 જેટલી ટ્રકો રવાના થઈ રહી છે જેને લઈને વેપારીઓની ચિંતા વધી છે.

સુરતના રિંગરોડ વિસ્તારમાં વર્ષોથી કાર્યરત કપડા માર્કેટમા દિવાળીના દિવસોમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે જયારે આજે માર્કેટ વિસ્તારમાં સન્નાટો છવાયેલો જોવા મળી રહ્યો છે ટેક્સટાઇલમા હાલ ભયંકર મંદી જોવા મળી રહી છે.દિવાળીના દિવસો નજીક આવી ગયા છતાં ઘરાકી જોવા મળતી નથી. માર્કેટમાં દુકાનો ખાલી છે અને વેપારીઓ જાણે આરામ કારવા જ દુકાને આવતા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોરોના કાળ બાદ ગત વર્ષે ટેક્સટાઇલ વેપારીઓએ 16000 કરોડનો વેપાર કર્યો હતો ગત વર્ષ દિવાળીના 10 દિવસ અગાઉ રોજિંદા પાર્સલની 350 ટ્રકો અન્ય રાજ્યોમાં જતી હતી ત્યારે આ વર્ષે રોજિંદા 150 થી 160 ટ્રકો જાય છે જેને લઈને વેપારીમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.બીજી બાજુ ઓનલાઇન કપડાં વેપારમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે ગત વર્ષ 15% ઓનલાઇનનો વેપાર હતો આ વર્ષે વધીને 25% થઈ ગયો છે પરંતુ ગત વર્ષ વેપારીઓએ અપેક્ષા કરતાં વધુ 16000 કરોડનો વેપાર કર્યો હતો જ્યારે આ વર્ષે 50% જ વેપાર જોવા મળી રહ્યો છે

Next Story