/connect-gujarat/media/post_banners/b332089913667a67f35209f913b7659912a8295a6c7fc83fad992ed14b031329.jpg)
સુરતના કામરેજમાંથી નકલી સેનિટાઇઝર બનાવવાનું કારખાનું પોલીસે ઝડપી અગાઉ આ જ કૌભાંડમાં સંડોવાયેલ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત જિલ્લામાં અવાર નવાર ડુપ્લીકેટ સેનેટાઇઝર બનાવવાના કારખાનાઓ ઝડપાઇ ચુક્યા છે ત્યારે કામરેજમાં વધુ એક ડુપ્લીકેટ સેનેટાઇઝર બનાવતા કારખાનાનો કામરેજ પોલીસે પર્દાફાશ કર્યો છે ઘટના પર નજર કરીએ તો કામરેજ પોલીસ મથકની હદમાં સેખપુર ગામની સીમમાં ભક્તિ ધારા ઇન્ડ્રસ્ટીયલ વિસ્તારમાં ડુપ્લીકેટ સેનેટાઇઝર બનાવવાની કામગીરી ચાલી હોવાની બાતમી કામરેજ પોલીસને મળી હતી જે બાતમીના આધારે કામરેજ પોલીસે ઘટના સ્થળે છાપો માર્યો હતો દરમિયાન સ્થળ ઉપર કેટલાક લોકો ભૂરા કલરના પ્લાસ્ટિકના કારબાઓમાંથી કેમિકલ જેવું પ્રવાહી બોટલોમાં ભરી રહ્યા હતા પોલીસે તેઓની પૂછપરછ કરતા તેનું નામ કિરણ હોવાનું જણાવ્યું અને તે ફેક્ટરીમાં મજૂરી કામ કરતો હોવાનું પોલીસ ને જણાવ્યું હતું તેની પાસે કોઈ પણ પ્રકારની પાસ પરમીટ પણ ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેઓને સાથે રાખી કંપની ની તપાસ કરતા કંપની માંથી સેનેટાઇઝરનું રો મટિરિયલ સેનેટાઇઝર મળી કુલ 9લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કીમ વિસ્તારમાંથી નકલી સેનેટાઇઝર બનાવટી ફેક્ટરી ઝડપાય હતી આ જ ફેક્ટરીના માલિકે ફરી આ કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.