Connect Gujarat
સુરત 

સુરત : 1 વર્ષીય બાળકી પર શ્વાનનો જીવલેણ હુમલો, બચકાં ભરી લેતા બાળકીની આંખ પર ગંભીર ઇજા...

શ્વાનના હુમલા બાદ બાળકીનો રડવાનો અવાજ સાંભળી લોકો દોડી આવ્યા હતા. લોકોએ શ્વાનના મોઢામાંથી બાળકીને ઉગારી

X

વરાછામાં ઘર બહાર રમતી બાળકી પર શ્વાનનો હુમલો

શ્વાને બચકાં ભરી લેતા બાળકીની આંખમાં ગંભીર ઇજા

સિવિલ હોસ્પિટલના તબીબોએ બાળકીને સારવાર આપી

સુરત શહેરના વરાછા વિસ્તારમાં ઘર બહાર રમતી 1 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કરી બચકા ભરી લેતા બાળકીની આંખ પર ગંભીર ઇજા પહોચી હતી. ઘટના બાદ ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, સુરતના વરાછા વિસ્તારમાં આવેલા બોમ્બે કોલોનીમાં બગદારામ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. તેની એક વર્ષની બાળકી લક્ષ્મી ઘર બહાર રમી રહી હતી, ત્યારે અચાનક કોઈ રખડતું શ્વાન ઘસી આવ્યું હતું અને બાળકીને શિકાર બનાવવાના ઇરાદે હુમલો કરી આંખ અને હાથના ભાગે ઈજાઓ પહોંચાડી હતી.

શ્વાનના હુમલા બાદ બાળકીનો રડવાનો અવાજ સાંભળી લોકો દોડી આવ્યા હતા. લોકોએ શ્વાનના મોઢામાંથી બાળકીને ઉગારી સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતા, જ્યા બાળકીની આંખમાં ગંભીર ઇજા પહોંચી હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જે બાદ બાળકીની આંખને બચાવવા માટે તબીબોને ઓપરેશન કરવાની ફરજ પડી હતી.

Next Story