સુરત : ડ્રેસ-સાડીના પટ્ટા પર ડાયમંડ લગાવતી વેળા જ્વલનશીલ કેમિકલથી આગ ફાટી નીકળી, એક કમદારનું મોત અને 5 ઇજાગ્રસ્ત...

સુરત શહેરના સીમાડા નાકા વિસ્તારમાં 3 માળના મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 5 લોકો દાઝી ગયા હતા

New Update

સીમાડા નાકા વિસ્તારમાં બની આગ લાગવાની ઘટના

વાલમ નગરમાં 3 માળના મકાનમાં આગ ફાટી નીકળી

જોબ વર્કની કામગીરી દરમ્યાન આગ લાગતાં દોડધામ

ઘટનામાં એક વ્યક્તિનું મોત5 લોકો દાઝી જતાં ગંભીર

ઇજાગ્રસ્તોની મેયર અને શિક્ષણમંત્રીએ મુલાકાત લીધી

સુરત શહેરના સીમાડા નાકા વિસ્તારમાં 3 માળના મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છેજ્યારે 5 લોકો દાઝી ગયા હતાત્યારે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોની શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ અને મેયર દક્ષેશ માવાણીએ મુલાકાત લીધી હતી.

સુરત શહેરના સીમાડા ખાતે આવેલા વાલમ નગરમાં એક મકાનમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રીજા માળે પતરાના રૂમમાં પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ગમને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. જેના પગલે અંદર કામ કરી રહેલા 8થી વધુ કારીગરોને અસર થઈ હતી. જેમાં 5 જેટલા કારીગરો દાઝી જતા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાજ્યારે એક કારીગરનું ગંભીર રીતે દાઝી જતાં મોત થયું હતું. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પાણીનો મારો ચલાવી સમગ્ર આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. તો બીજી તરફસ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોની શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ અને મેયર દક્ષેશ માવાણીએ મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કેટીકી ચોંટાડવા માટે જે કેમિકલનો ઉપયોગ થાય છેતે ખૂબ જ જ્વલનશીલ હોવાના કારણે આ ઘટના બની હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

 

#Gujarat #Fire Broke out #Surat #Flammable Chemicals
Here are a few more articles:
Read the Next Article