-
ટેક્સટાઈલ મશીન પર BISની અમલવારી સામે વિરોધ
-
કેન્દ્ર સરકાર 28મી ઓગસ્ટથી BIS લાગુ કરશે
-
ફોગવા દ્વારા કરાયો વિરોધ
-
કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રીને લખ્યો પત્ર
-
માર્ચ 2017 સુધી BIS મુલતવી રાખવા કરાઈ માંગ
સુરત ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા કેન્દ્રીય ટેક્સ્ટાઇલ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે,અને કેન્દ્ર સરકાર જે BISની અમલવારીનો નિર્ણય કરવામાં આવ્યો છે તેને હાલ પૂરતો મુલતવી રાખવા માટે માંગ કરવામાં આવી છે.
ભારત દ્વારા મેકિંગ ઇન્ડિયાનો પ્રોજેક્ટ ખૂબ જ ઝડપથી આગળ લાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ, હજી પણ આધુનિક ટેકનોલોજી બાબતે અને ખાસ કરીને ઔદ્યોગિક એકમોમાં ઉપયોગમાં લઈ શકાય એવા મશીનરીઓ દેશમાં મેન્યુફેક્ચરિંગ થતા નથી.
જેને કારણે હજી પણ ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર આવતા મોટાભાગના મશીનો વિદેશથી આવતા હોય છે,ત્યારે તેના પર BISની અમલવારી કરવામાં આવશે તો વેપારીઓને ઘણું આર્થિક નુકસાન થઈ શકે તેમ છે. જેને લઈને સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ચિંતા વર્તાઈ રહી છે.
ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિયેશન દ્વારા હાલ ટેકસટાઇલ ઉદ્યોગનો સમગ્ર દેશની અંદર જે ગતિથી વિકાસ થઇ રહ્યો છે. તેનું મુખ્ય કારણ હાઈસ્પીડ અને આધુનિક ટેકનોલોજીના વિદેશથી આયાત થતા મશીન છે. વિદેશથી આયાત થતા આવા આધુનિક ટેક્નોલોજીના મશીન હજી સુધી આપણા દેશમાં કોઈપણ કંપની દ્વારા બનાવવામાં આવતા નથી.
અમુક સ્થાનિક ઉત્પાદકો દ્વારા આવા મશીનો બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ, તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. આ જ કારણથી આપણે વિદેશી મશીન મંગાવવાની જરૂરિયાત ઉભી થાય છે. હાલમાં જો મશીનરી પર BISની અમલવારી કરવામાં આવશે તો ટેકસટાઇલ ઉદ્યોગનો વિકાસ અટકી જશે અને ઉદ્યોગકારોને પણ ઘણું નુકસાન સહન કરવાનું રહેશે.
તેથી ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રી ગિરિરાજસિંહને એક પત્ર લખ્યો છે અને BISની અમલવારી માર્ચ 2027 સુધી મુલતવી રાખવા માટેની માંગ કરવામાં આવી છે.