સુરત : ઉમરપાડાના અસરગ્રસ્ત ગામડાઓની પૂર્વ રાજ્યમંત્રી ગણપતસિંહ વસાવાએ મુલાકાત લીધી

સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદના પગલે પૂર્વ રાજ્યમંત્રી ગણપતસિંહ વસાવાએ ઉમરપાડા તાલુકાની મુલાકાત લીધી હતી.

New Update
સુરત : ઉમરપાડાના અસરગ્રસ્ત ગામડાઓની પૂર્વ રાજ્યમંત્રી ગણપતસિંહ વસાવાએ મુલાકાત લીધી

સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદના પગલે પૂર્વ રાજ્યમંત્રી ગણપતસિંહ વસાવાએ ઉમરપાડા તાલુકાની મુલાકાત લીધી હતી. ગણપતસિંહ વસાવાએ શરદા સહિત અસરગ્રસ્ત ગામડાઓની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

Advertisment

સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. ઉમરપાડા તાલુકામાં ભારે વરસાદ પડતાં નદી-નાળામાં પાણીની ભારે આવક થતાં અનેક ગામો બેટમાં ફેરવાયાં હતા. વરસાદી પાણી ફરી વળતાં કેટલાક ગામડાઓ સંપર્કવિહોણા થયા હતા. વરસાદના કારણે ઉમરપાડા તાલુકાના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારે વરસાદના કારણે સર્જાયેલી સમસ્યાનો તાગ મેળવવા રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઉમરપાડા તાલુકાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. ઉમરપાડા તાલુકાનું બેટમાં ફેરવાયેલ શરદા ગામની ગણપતસિંહ વસાવાએ મુલાકાત લઈ પુરના કારણે સર્જાયેલી સમસ્યા અંગે ચર્ચા કરી હતી.

Advertisment