સુરત : કાપડ માર્કેટમાં ડમી વેપારીને લાવી વિવર-વેપારીઓ સાથે થતી છેતરપિંડીનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની ધરપકડ...

ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ માટે મોટી સમસ્યા ઉઠામણાની હતી, ત્યારે ઉઠામણાની ઘટનાઓમાં પડદા પાછળની ભૂમિકા ભજવતો મુખ્ય આરોપી હવે પોલીસના હાથ ઝડપાયો

New Update

કાપડ માર્કેટમાં પડદા પાછળ રહીને કરાતી છેતરપિંડી

માસ્ટર માઈન્ડ તરીકે ભૂમિકા ભજવી ઉઠામણાનો મામલો

ડમી વેપારીને લાવીને વિવર-વેપારીઓ સાથે છેતરપિંડી

છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધારની પોલીસે કરી ધરપકડ

આરોપીની ધરપકડ સાથે પોલીસ દ્વારા કડક કાર્યવાહી

સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં અવારનવાર છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી હતી. ત્યારે પણ માર્કેટમાં ડમી વેપારીને લાવી વિવર તેમજ વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધારની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

સુરત શહેરને ટેક્સટાઇલ સીટીનું બિરુદ મળ્યું છેઅને દેશ વિદેશમાં આ નામથી સુરત ઓળખાય છે. પરંતુ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ માટે મોટી સમસ્યા ઉઠામણાની હતીત્યારે ઉઠામણાની ઘટનાઓમાં પડદા પાછળની ભૂમિકા ભજવતો મુખ્ય આરોપી હવે પોલીસના હાથ ઝડપાયો છે.

આ ઇસમનું નામ રમેશ ઉર્ફે સીતારામ હીશોરીયા છે. મેં 2024માં કોહીનુર મારકેટન્યુ આદર્શ માર્કેટ અને સ્વદેશી ટેક્સ્ટાઇલ માર્કેટમાં 53 કરોડ 80 લાખ રૂપિયાનું ઉઠામણું થયું હતુંઅને ઉઠામણાની ઘટનામાં પડદા પાછળની ભૂમિકા રમેશ ઉર્ફે સીતારામે ભજવી હતી. આ ઘટનામાં 13 વેપારી સાથે ઉઠામણું થયું હોવાનું સામે આવ્યું હતું.

જેમાં સ્વદેશી ટેક્સટાઇલ માર્કેટમાં વિનાયક ફેશનજય માતાજી સિલ્ક મિલન્યુ આદર્શ ટેક્સટાઇલ માર્કેટ અને ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ સહિત દુકાનો ખોલાવી અન્ય માર્કેટના 13 વેપારી પાસેથી માલની ખરીદી બાદ સીતારામ ઉર્ફે રમેશે પોતાના માણસોની દુકાન બંધ કરાવડાવી ઉઠામણું કરાવ્યુ હતું.

સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો હતોઅને પોલીસ દ્વારા અગાઉ રિશી શાહ અને તેની ટોળકીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે રિશીની પૂછપરછમાં સામે આવ્યું હતું કેપડદા પાછળનો માસ્ટર માઈન્ડની ભૂમિકા ભજવનાર રઘુકુળ માર્કેટમાં સીતારામ નામે પેઢી ચલાવતા રમેશ ઉર્ફે સીતારામ છે.

સીતારામ કોઈ એક પેઢીમાં મોટાપાયે ધંધો કર્યા બાદ પોતાના પેદાઓને દુકાન બંધ કરાવી ભગાવી મુકતો હતોઅને ત્યારબાદ ઓછા પૈસામાં સમાધાન કરવાની વાત કરીને મોટો ખેલ પાડતો હતોત્યારે હવે આ મામલે પોલીસે મુખ્ય સૂત્રધાર સીતારામ ઉર્ફે રમેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories