Connect Gujarat
સુરત 

સુરત : હત્યાના આરોપીને જામીન મળતા આતશબાજી સાથે મિત્રોએ કાઢ્યું સરઘસ, જુઓ પછી પોલીસે શું કર્યું..!

સુરતમાં માથાભારે છબી ધરાવતા શહેરના લિંબાયત વિસ્તારમાં હત્યાનો આરોપી બુટલેગર કૈલાશ પાટીલનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

X

સુરતમાં માથાભારે છબી ધરાવતા અસામાજિક તત્વોનો એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે, ત્યારે શહેરના લિંબાયત વિસ્તારમાં હત્યાનો આરોપી બુટલેગર કૈલાશ પાટીલનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.હત્યાના ગુન્હામાં પકડાયેલ આરોપીને જેલમાંથી જામીન મળતા ફટાકડા ફોડી તેનું સ્વાગત કરવામાં આવ્યું હોવાનું વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ સપના પાન સેન્ટર નજીક આકાર રેસિડેન્સીમાં રહેતા હત્યાના ગુન્હાના આરોપીને જેલમાંથી જામીન મળ્યા બાદ તેના સમર્થકોએ ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હોવાનું વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં કારમાં બેસીને સ્વાગત કરવામાં આવી રહેલા માથાભારે બુટલેગરનું નામ કૈલાસ પાટીલ છે. કૈલાશ પાટીલ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે. જેને 2 દિવસ પહેલા હત્યાના ગુન્હામાં જામીન મળ્યા બાદ તેના મિત્રોએ ફટાકડાની આતશબાજી સાથે તેનું સ્વાગત કર્યું હતું, જ્યારે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઈસમો જેલમાંથી છૂટ્યા બાદ ફરી તેઓના વિસ્તારમાં ખોફ જમાવવા આવી રીતે સરઘસ કાઢી પોલીસનો ખોફ ન હોય તેવી રીતે પોતાનો ધાક જમાવી રહ્યા છે, ત્યારે હત્યાના આરોપી જેલમાંથી છૂટ્યા બાદ જાહેરમાં ફટાકડા ફોડી આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવતા લિંબાયત પોલીસે વિડીયોના આધારે આરોપી કૈલાશ પાટીલ વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુન્હો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

Next Story