સુરત : જુગારી પોલીસને જોઈને ભાગીને તાપી નદીમાં છલાંગ લગાવતા મોતને ભેટ્યા,પોલીસ પર લાગ્યા ગંભીર આરોપ

ભાગદોડ દરમિયાન આ બંને યુવકો પાળી પરથી તાપી નદીમાં કૂદી ગયા હતા અને નદીમાં ભરતી આવી જતા બંને યુવકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, અને મોતને ભેટ્યા

New Update
  • રાંદેરમાં બે યુવકોના મોતનો મામલો

  • જુગાર રમતા પોલીસને જોઈને ભાગ્યા હતા

  • બે યુવકોએ તાપી નદીમાં મારી હતી છલાંગ

  • નદીમાં ડૂબી જવાથી બંનેના નિપજ્યા મોત

  • પોલીસ પર ગંભીર બેદરકારીનો લાગ્યો આરોપ  

Advertisment

સુરતમાં કોઝવે નજીક તાપી નદીના કાંઠે ઝાડી ઝાંખરામાં જુગાર રમવા બેઠેલા બે જેટલા ઇસમો પોલીસથી બચવા ભાગીને તાપી નદીમાં કૂદી ગયા હતા.અને મોતને ભેટ્યા હતા.ઘટનામાં મૃતકના પરિવાર દ્વારા પોલીસની બેદરકારીથી બંને યુવકોના મોત નિપજ્યા  હોવાના આક્ષેપો કર્યા હતા.

 સુરતના રાંદેર ખાતે આવેલ કોઝવેમાં  54 વર્ષીય ગુલામ નબી ગુલામ મહંમદ સફેદા અને આમીનના મૃતદેહ મળી આવ્યા હતા. અને મૃતદેહ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી હતીઆ ઘટના અંગે એવું જાણવા મળ્યું હતું કે આ બંને મૃતકો તેમજ અન્ય 8 થી 10 વ્યક્તિઓ કોઝવે નજીક આવેલ અવાવરૂ જગ્યામાં જુગાર રમી રહ્યા હતા. જ્યારે બીજી બાજુ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી.

પોલીસને જોઈને જુગારીઓ જુગારધામ છોડીને આમતેમ ભાગવા લાગ્યા હતા. ભાગદોડ દરમિયાન આ બંને યુવકો પાળી પરથી તાપી નદીમાં કૂદી ગયા હતા અને નદીમાં ભરતી આવી જતા બંને યુવકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતાઅને મોતને ભેટ્યા હતા.ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. 

આ સિવાય મરણજનાર ગુલામ નબી સફેદાના સ્વજનોએ જણાવ્યું હતું કે કોઝવે નજીક જુગાર રમાઈ રહ્યો હતો.ત્યારે રાંદેર ડી સ્ટાફ પોલીસ આવી જતા અમારા સ્વજન ગુલામ નબી સફેદા અને અન્ય કેટલાક વ્યક્તિઓ પોલીસને જોઈને ડરના માર્યા આમતેમ ભાગવા લાગ્યા હતા. ત્યારે તેઓ નદીમાં કૂદી ગયા હતા અને પાણીમાં ડૂબી જતાં તેમનું મોત નીપજયું હતું.

જ્યારે આ બંને ડૂબી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી. ડૂબતા યુવકોને બચાવવા માટે જતા લોકોને પણ રોકવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા.અને ત્યારબાદ પોલીસ પણ ભાગી ગઈ હતી.આ ઘટનામાં પોલીસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

બીજી તરફ આ અંગે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ ચૌધરીએ જણાવ્યું હતું કે કોઝવે પાસે અવાવરું જગ્યા છે,જ્યાં અમારી ટીમ પેટ્રોલિંગ કરવા માટે ગઈ હતી.જોકે જુગારીઓ પોલીસને જોઈને તેઓને પકડવા આવી હોય તેવું સમજીને આમતેમ ભાગવા લાગ્યા હતા.ત્યારે આ બે લોકો તાપી નદીમાં કૂદી ગયા હતા.

Advertisment

દરમિયાન અચાનક જ ભરતી આવી જવાના કારણે બંને ડૂબી ગયા હતા. પોલીસ દ્વારા જ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવે ત્યાં સુધીમાં બેના મોત થઈ ગયા હતા.

Advertisment
Latest Stories