Connect Gujarat
સુરત 

સુરત : પાકિસ્તાનમાં ગણેશજીના મંદિરમાં તોડફોડ, ઉઘનામાં સળગાવાયો પાકિસ્તાનનો ઝંડો

પાકિસ્તાનની વધુ એક નાપાક કરતુત બહાર આવી છે. પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓએ ગણેશ મંદિરમાં તોડફોડ કરી છે.....

X

એક તરફ પાકિસ્તાનમાં ભારતીય માછીમારો સબડી રહયાં છે તો બીજી તરફ પાકિસ્તાનની વધુ એક નાપાક કરતુત બહાર આવી છે. પાકિસ્તાનમાં કટ્ટરવાદીઓએ ગણેશ મંદિરમાં તોડફોડ કરી છે......

પાકિસ્તાનમાં ગણેશજીના મંદિરમાં તોડફોડની ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. આ ઘટનાના વિરોધમાં સુરતના ઉધના વિસ્તારમાં યુવાનો દ્વારા પાકિસ્તાનનો ઝંડો સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સામાજિક આગેવાન નરેન્દ્ર ચૌધરી જણાવ્યું હતું કે આ કોઈ પહેલી ઘટના નથી, અવાર નવાર પાકિસ્તાનમાં લઘુમતીમાં રહેતા હિંદુઓના શોષણ, મંદિર અને મૂર્તિઓ તોડવાની ઘટનાઓ બની ચુકી છે. તા.30 જુલાઈના રોજ પાકિસ્તાનમાં ગણેશજીના મંદિરમાં તોડફોડની ઘટના બાદ ભારત સહિત વિદેશમાં રહેતા તમામ ભક્તોની લાગણી દુભાઈ છે.

પાકિસ્તાનમાં ગણેશજીના મંદિરમાં તોડફોડની ઘટનાના વિરોધમાં આજે સુરતના સોશિયો સર્કલ નજીક કાર્યકર્તાઓ એકત્ર થયાં હતાં. જેમાં પાકિસ્તાનનો ઝંડો સળગાવી વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને પત્ર લખી આવું કૃત્ય કરનારા સામે પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે. જો પાકિસ્તાન સરકાર મંદિરમાં તોડફોડ કરનારાઓ સામે પગલાં નહિ ભરે તો આગામી દિવસોમાં દિલ્હી ખાતે આવેલાં પાકિસ્તાનના દુતાવાસની સામે દેખાવો કરવાની ચીમકી આપવામાં આવી છે.

Next Story