Connect Gujarat
સુરત 

સુરત: બિલ્ડિંગના 10માં માળે ગેસ સિલિન્ડર ફાટતાં લાગી આગ, મહિલાનું મોત, બે બાળકોને બચાવાયા

સુરત: બિલ્ડિંગના 10માં માળે ગેસ સિલિન્ડર ફાટતાં લાગી આગ, મહિલાનું મોત, બે બાળકોને બચાવાયા
X

ગઇકાલે મોડી રાતે શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આગની લાગવાની ઘટના બનતાં નાશભાગ મચી ગઇ હતી. બિલ્ડીંગના 10માં માળે આગ લાગતાં એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ દોડધામ મચાવી હતી.

ગેસનો બાટલો ફાટતાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગમાં બે બાળકોને અને એક મહિલા ફસાયા હતા. ફાયરની ટીમ દ્વારા બાળકો અને મહિલાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જોકે, બેભાન અવસ્થામાં મળી આવેલી મહિલાનું સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. ગઇકાલે મોડીરાત્રે સિટીલાઈટ વિસ્તારમાં આવેલા દેવપ્રભા એપાર્ટમેન્ટમાં આગની ઘટના બની હતી.

બિલ્ડીંગના 10માં માળે ગેસનો બાટલો ફાટતાં આગ લાગી હતી. ઘટનાને પગલે ફ્લેટમાં રહેતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા હતા અને નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિકોએ ઘટનાની જાણ ફાયરબ્રિગેડની કરી હતી. જે બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ હાથ ધર્યું હતું.

આ દરમિયાન ફાયરના માર્શલ લીડર પણ હાથ, પગ અને મોઢાના ભાગે દાઝી ગયા હતા, જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા.

Next Story