સુરત : કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી, ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયા...

સુરતમાં આ વર્ષે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે દહીંહાંડી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર આટલા મોટાપાયે દહીંહાંડીનું આયોજન થયું

New Update
  • શહેરના વિવિધ વિસ્તારોમાં ગોકુલ આઠમની ભવ્ય ઉજવણી

  • કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

  • સાંસદપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતી

  • ભાગળ ખાતે 35 ફૂટ ઊંચી દહીંહાંડી ફોડી જન્માષ્ટમીની ઉજવણી

  • મટકી ફોડ કાર્યક્રમને જોવા મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી 

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ગોકુલ આઠમની ઉજવણીનો ભવ્ય માહોલ જામ્યો હતો. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલસાંસદ મુકેશ દલાલપોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરતમાં આ વર્ષે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે દહીંહાંડી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર આટલા મોટાપાયે દહીંહાંડીનું આયોજન થયું હતુંજેમાં મોરાભાગલલીંબાયત અને ભાગળ ચાર રસ્તા પર 35 ફૂટ ઊંચી દહીંહાંડીઓ બાંધવામાં આવી હતી. સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. હજારો લોકોની હાજરી વચ્ચે મટકી ફોડવા સુરતના 143 જેટલા ગોવિંદા મંડળોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલસાંસદ મુકેશ દલાલપોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલએ સમગ્ર કાર્યક્રમના આયોજનને બિરદાવ્યું હતું. તો બીજી તરફમટકી ફોડવાના કાર્યક્રમને જોવા મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી. આ તરફમટકી ફોડ કાર્યક્રમને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Latest Stories