સુરત : ગ્રીન બોન્ડમાં રોકાણકારોનો જબરદસ્ત ઉત્સાહ, રિટેઈલ ઈન્વેસ્ટર્સનું ત્રણ ગણું વધુ રોકાણ

સુરત મહાનગરપાલિકા દ્વારા જારી કરવામાં આવેલ 200 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડને કેપિટલ માર્કેટમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જેના પગલે સુરતે ઇતિહાસ રચ્યો

New Update
  • SMCએ 200 કરોડના ગ્રીન બોન્ડ જારી કર્યા

  • ગ્રીન બોન્ડને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ

  • મનપા પર લોકોનો વિશ્વાસ દેખાયો

  • 7.50 ટકા સુધી ઓવર સબસ્ક્રાઈબ થયું

  • કેપિટલ માર્કેટમાં ગ્રીન બોન્ડ મુકવામાં આવ્યા 

સુરત મહાનગરપાલિકા દ્વારા જારી કરવામાં આવેલા 200 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડને કેપિટલ માર્કેટમાં સારો પ્રતિસાદ મળ્યો હતો,અને રોકાણકારોએ પણ ઉત્સાહ દર્શાવતા ઇતિહાસ રચાયો હતો.

સુરત મહાનગરપાલિકાના મેયર અને મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને એક પત્રકાર પરિષદ યોજાઈ હતી,જેમાં SMCએ જારી કરેલા ગ્રીન બોન્ડ અંગે માહિતી આપવામાં આવી હતી,મનપાના 200 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડને કેપિટલ માર્કેટમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છેજેના પગલે આજે સુરતે ઇતિહાસ રચ્યો છે. 6થી 9 ઓક્ટોબર સુધી ખુલ્લા મૂકાયેલા આ બોન્ડમાં રોકાણકારોએ ઉત્સાહ દર્શાવ્યો હતોઅને તે કુલ 7.50 ગણાથી વધુ ઓવર-સબસ્ક્રાઇબ થયા છે.

QIB કેટેગરીમાં 8.8 ગણું, HNIમાં 7.48 ગણું અને રિટેલમાં 3.3 ગણું ઓવર- સબસ્ક્રાઇબ થયું છેજે સુરતના ગ્રીન પ્રોજેક્ટ્સ અને નાણાકીય સ્થિરતા પ્રત્યે રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે. આ ગુજરાતનું પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છેજેના પૈસા પર્યાવરણીય પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચ કરવામાં આવશે.

Latest Stories