Connect Gujarat
સુરત 

સુરત : "ગ્રીષ્મા હત્યા કેસ", બચાવપક્ષના વકીલ જ હાજર ન રહ્યા, કોર્ટે નવી તારીખ જાહેર કરી

સુરતના પસોદરામાં બનેલ ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે નામદાર કોર્ટ દ્વારા હત્યારા સજાએ એલાન આપવાનું હતું.

X

સુરતના પસોદરામાં બનેલ ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે નામદાર કોર્ટ દ્વારા હત્યારા સજાએ એલાન આપવાનું હતું. પરંતુ હત્યારા ફેનિલ ગોયાણી તરફના વકીલ જ હાજર ન રહેતા વિવાદે નવો વળાંક લીધો છે.

સુરતના પાસોદરામાં ગત તા. 12મી ફેબ્રુઆરીના રોજ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની કરપીણ હત્યા મામલે કોર્ટ દ્વારા આજે સજાએ એલાન કરવામાં આવનાર હતું. જોકે, અંતિમ દલીલો પૂર્ણ થતાં શનિવારના રોજ કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરવાની શક્યતા વચ્ચે હત્યારા ફેનિલના વકીલ કોર્ટમાં હાજર રહ્યા ન હતા. જેને લઈને કોર્ટે નવી તારીખ જાહેર કરી છે. અંતિમ દલીલો બાદ કોર્ટે 16મી એપ્રિલના રોજની મુદત આપી હતી.

પરંતુ ફેનિલ તરફના વકીલના જુનિયર વકીલે નામદાર કોર્ટ સમક્ષ સિનિયર વકીલ હાજર નથી હોવાનું કહી મુદ્દતને 2 દિવસ લંબાવાની વિનંતી કરી હતી. જેથી વકીલ હાજર ન રહેતા કોર્ટે આગામી તા. 21મી એપ્રિલે સજા અંગેનો ચુકાદો આપવાનું જાહેર કર્યું છે. જેમાં નજરે જોનારા સાક્ષી, FSL રિપોર્ટ, મેડિકલ પુરાવા અને મોબાઇલ ફોન રેકોર્ડિંગ ઉપરાંત ઘાયલ થનારાઓની જુબાની સહિતના પુરાવા સરકાર પક્ષે રજૂ કરવામાં આવ્યા હતા.

Next Story