Connect Gujarat
સુરત 

સુરત: ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનો પ્રારંભ,વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા

ગુજરાત પ્રદેશ ભાજપની બે દિવસીય કારોબારી બેઠકનો સુરતમાં પ્રારંભ થયો છે. બેઠકમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી ચર્ચા વિચારણા કરવામાં આવશે

X

ગુજરાત પ્રદેશ ભાજપની બે દિવસીય કારોબારી બેઠકનો સુરતમાં પ્રારંભ થયો છે. બેઠકમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી ચર્ચા વિચારણા કરવામાં આવશે

કાપડ નગરી સુરતમાં પ્રથમ વખત ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કાર્યકારીણી બાદ પ્રદેશ અને જિલ્લા કક્ષાએ કારોબારી બેઠક યોજાતી હોય છે જેના ભાગરૂપે સુરતના સરસાણા વિસ્તારમાં આવેલ કન્વેનશન સેન્ટર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા,પુરુષોત્તમ રૂપાલા સહિત સાંસદો, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

તા. 10મી જુલાઇના રોજ આ બેઠકમાંથી 325 કાર્યકર્તાઓ છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરત અને નવસારીના આદિવાસી વિસ્તારોમાં જઈને 24 કલાક માટે કામ કરવા જવાના છે, જ્યાં તેઓ વનબંધુઓને મળશે અને આદિવાસી વિસ્તારોની અંદર આદિવાસી ગૌરવ અભિયાન વિષયને લઈને 13 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં 15 જિલ્લાઓની આદિવાસી વસ્તીઓની મુલાકાત લેવા જય રહ્યા છે. સાથે જ ભાજપ તા. 10 જુલાઈથી ગૌરવ અભિયાન પણ શરૂ કરવા જઈ રહ્યું છે એ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી મંથન કરવામાં આવ્યું હતું

Next Story