Connect Gujarat
સુરત 

સુરત: આરોગ્ય વિભાગે કેરીના જ્યુસ વિક્રેતાના ત્યાં પાડ્યા દરોડા,સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલાયા

સુરત શહેરમાં આરોગ્ય વિભાગે કેરીના જ્યુસ વિક્રેતાના ત્યાં દરોડા પડ્યા છે.કેરી જ્યુસના સેમ્પલ લઇ લેબોરેટરી માટે મોકલવામાં આવશે

X

સુરત શહેરમાં આરોગ્ય વિભાગે કેરીના જ્યુસ વિક્રેતાના ત્યાં દરોડા પડ્યા છે.કેરી જ્યુસના સેમ્પલ લઇ લેબોરેટરી માટે મોકલવામાં આવશે જો કોઈ ગેરરીતી જણાઈ આવે તો દંડ સહિતની કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે

હાલ ઉનાળાની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે મોટા પ્રમાણમાં લોકો કેરીના જ્યૂશની મજા માણતા હોય છે.શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખી આજ રોજ સુરત શહેરના અલગ અલગ ઝોનમાં કેરીના જ્યુસ વિક્રેતાને ત્યાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. કેરીના જ્યુસમાં કોઈ ગેરરીતિ કરવામાં આવે છે કે શું તપાસવા માટે અલગ અલગ સેમ્પલો લેવામાં આવ્યા હતા.આ કેરીના જ્યુસના સેમ્પલો લેબોરેટરી માટે મોકલી આપવામાં આવશે.લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જો કોઈપણ સેમ્પલમાં ગેરરીતિ દેખાઈ આવશે તો સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દંડ સહિતની કાર્યવાહી કરશે

Next Story