Connect Gujarat
સુરત 

સુરત : બાળકોમાં મૃત્યુનો ખતરો વધારે, 6 મહિનામાં ડીહાઇડ્રેશનને કારણે 106 બાળકોના મોત નિપજ્યા

ઇન્ડિયન પીડિયાટ્રીક્સ એસોસિએશન દ્વારા દર વર્ષે જુલાઈ માસના છેલ્લા અઠવાડિયામાં ઓ.આર.એસ સપ્તાહની ઉજવણી થાય છે.

X

થોડા દિવસ પહેલા જ પાંડેસરાના બાળકને ઝાડા ઉલ્ટીના લીધે મોત નિપજ્યું છે. બાળ મૃત્યુદર ઘટાડવા માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળકો વિભાગ તથા પીડીયાટ્રીક એસોસિએશન, સ્ટુડન્ટ નર્સિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે નવી સિવિલમાં જીવન રક્ષક જળ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની આજથી ઉજવણી કરવામાં આવી રહી છે.

ઇન્ડિયન પીડિયાટ્રીક્સ એસોસિએશન દ્વારા દર વર્ષે જુલાઈ માસના છેલ્લા અઠવાડિયામાં ઓ.આર.એસ સપ્તાહની ઉજવણી થાય છે. જોકે ઝાડા ઉલ્ટી થાય તો બાળક સહિતના વ્યક્તિના શરીરમાંથી પાણી તેમજ જરૂરી ખનીજ દ્રવ્યો જેવા ઝાડા વાટે શરીરમાંથી બહાર નીકળી જાય છે. જેથી તેને ડ્રિહાઇડ્રેશન થવાથી બાળકને ગંભીર જોખમ થઈ શકે, જેથી મૃત્યુ પણ થવાની શક્યતા છે.આવા સમયે ઓ.એાર.એસ આપવામાં આવે તો ડ્રિહાઇડ્રેશન ગંભીર તકલીફ નિવારી શકાય છે. જેથી બાળકનું મૃત્યુ થાય નહીં. માતા બાળકને પોતાનું દૂધ પીવડાવે તો બાળક ઘણી બધી બીમારીઓથી બચી જાય છે. તેથી બાળ મૃત્યુદર ઘટી શકે છે. પણ સુરતમાં પણ 6 મહિનામાં 106 બાળકોના મોત નિપજ્યા છે. સિવિલના બાળકો વિભાગના વડાએ જણાવ્યું હતું કે જ્યારે સિવિલમાં રોજના ૮થી ૧૦ બાળકો ઝાડા ઉલ્ટીની સારવાર માટે આવી રહ્યા છે.સુરત સિવિલ હોસ્પિટલમાં કેસ પેપર બારી પાસે અને ઓ.પી.ડી એરીયામાં સ્ટોલ બનાવીને વિવિધ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જોકે ત્યાં નર્સિગ વિધાર્થીઓએ શેરી નાટક કર્યું, દર્દી તથા તેમના સંબંધીઓ અને સમજણ આપીને જાગૃતિ લાવવાનો પ્રયાસ થયો હતો. જોકે બાળક મૃત્યુ ઘટાવા, નવજાત શિશુને કુપોષણ માટે રક્ષણ મળે સહિતના અંગે જનજાગૃતિ પ્રાપ્ત થાય તે હેતુથી આ સપ્તાહની ઉજવણી શરૂ કરી છે. જોકે આ પ્રસંગે કોલેજના ડીન ડો.ઋતુમભરા મહેતા, ડો.ધારિત્રી પરમાર, ડો. ચેતન શાહ સહિતના ડોક્ટર તથા નર્સિગ કોલેજના પ્રોફેસર, નર્સિગ સ્ટાફ સહિત હાજર રહ્યા હતા.

Next Story