Connect Gujarat
સુરત 

સુરત: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બારડોલીના બાબલા ગામેથી સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાનનો કરાવ્યો પ્રારંભ

સુરત જિલ્લાના બારડોલીના બાબલા ગામે સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨૦૨૩નો શુભારંભ કરાયો હતો.

સુરત: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બારડોલીના બાબલા ગામેથી સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાનનો કરાવ્યો પ્રારંભ
X

સુરત જિલ્લાના બારડોલીના બાબલા ગામે સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨૦૨૩નો શુભારંભ કરાયો હતો. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ યોજનાનો પ્રરંભ કરાવ્યો હતો

ઉનાળાને લઇ રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાનના ૬ઠ્ઠા ચરણનો ગાંધીનગરના ખોરજથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવ્યો છે ત્યારે રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુથી આ યોજના શરૂ કરાઇ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના મહત્તમ સંગ્રહ માટેના મહત્વપૂર્ણ અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ આજથી થયો છે ત્યારે સુરત જિલ્લા ખાતેથી પણ રાજ્યના ગૃહમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો.સુરત જિલ્લાના બારડોલીના બાબલા ગામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.આ અભિયાન હેઠળ સુરત જિલ્લાના બારડોલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો ઊંડા કરવા,ચેકડેમ, રિપેરીંગ કામો તેમજ નવા ચેકડેમ, ખેત તલાવડી નિર્માણના કામોનો સમાવેશ કરાયો છે. બાબલા ગામે આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર,જિલ્લા કલેક્ટર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Next Story