ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન થયું
રમેશચંદ્ર સંઘવીની હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર
સારવાર દરમ્યાન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
રમેશચંદ્ર સંઘવીના પરિજનો સહિત સંબધિઓમાં શોક
અંતિમયાત્રા નિવાસસ્થાને ઉમરા સ્મશાને નીકળશે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હતા, ત્યારે આજે તેઓએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવી ફેફસાં, કિડની સહિતના મલ્ટીપલ ડિસિઝથી પીડાતા હોવાથી છેલ્લા ઘણા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. છેલ્લા 2-3 દિવસથી તબિયત વધુ નાદુરસ્ત જણાતા તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. હર્ષ સંઘવીના પિતાનું અવસાન થતાં તેમના નજીકના અને પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. હર્ષ સંઘવી ગઈકાલે પણ સુરતમાં જ હતા, અને તેઓ હોસ્પિટલમાં પોતાના પિતાની સારવાર દરમિયાન હાજર હતા. જોકે, લાંબી માંદગી બાદ પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન થતાં સંઘવી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.