સુરત : ગ્રેડ-પે મામલે પોલીસ વિભાગને એફિડેવિટ પ્રક્રિયામાંથી બહાર રાખવા ગૃહમંત્રીની ફાઇનાન્સ વિભાગને રજૂઆત

પોલીસ ગ્રેડ-પે અને ડ્રગ્સ મુદ્દે ગૃહમંત્રીએ યોજી બેઠક, 1 વર્ષમાં રૂ. 6,500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું : ગૃહમંત્રી

New Update
સુરત : ગ્રેડ-પે મામલે પોલીસ વિભાગને એફિડેવિટ પ્રક્રિયામાંથી બહાર રાખવા ગૃહમંત્રીની ફાઇનાન્સ વિભાગને રજૂઆત

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં છેલ્લા એક વર્ષમાં કરોડો રુપિયાનું ડ્રગ્સ પકડ્યું હોવાની સાથે પોલીસ ગ્રેડ-પે વધવા બાદ એફિડેવિડ મામલે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટને રિપોર્ટ કર્યો હોવાનું જણાવ્યું હતું.

રાજ્ય સરકારે થોડા દિવસ અગાઉ પોલીસ ગ્રેડ-પે વધારવાની જાહેરાત કરી હતી. જેને લઈ પોલીસ પરિવારમાં ખુશીના માહોલ છવાયો હતો. પરંતુ ત્યારબાદ એફિડેવિટનો મુદ્દો પોલીસ વિભાગ માટે આંતરિક અસંતોષનો વધી રહ્યો છે. સોશિયલ મીડિયામાં તેમજ પોલીસ કર્મચારીઓમાં એફિડેવિટના મુદ્દે નિરાશા જોવા મળી રહી છે. આ દરમિયાન સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગને એફિડેવિટની પ્રક્રિયામાંથી બહાર રાખવા ફાઇનાન્સ વિભાગને રજૂઆત કરવામાં આવી છે, અને તે મંજૂરી આપશે એવી આશા છે. જોકે, ઘણી લાંબી ચર્ચા કર્યા બાદ પહેલી વખત ગૃહ વિભાગમાં પણ આ પ્રકારની એફિડેવિટની પ્રક્રિયા કરવામાં આવી છે.

વધુમાં ડ્રગ્સ મામલે તેઓએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ દુનિયા ભરના દેશોમાં પેશન સ્ટેટમેન્ટ છે. જે ભારતમાં હાલ કંટ્રોલમાં છે. ગુજરાતમાંથી છેલ્લા એક વર્ષમાં રૂ. 6,500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ગૃહમંત્રીએ ગુજરાત ATS અને સુરત ક્રાઇમ બ્રાન્ચને અભિનંદન આપ્યા છે. આ સાથે જ ગુજરાત પોલીસ DRI કોસ્ટગાર્ડ સાથે મળીને કામ કરે છે, અને અનેક રાજ્યના નેટવર્ક તૂટવાના કારણે ગુજરાત પોલીસને બદનામ કરવા અનેક રાજનૈતિક સ્ટંટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ, ડ્રગ્સના નેટવર્ક તૂટવાથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લોકો પરેશાન થયા હોવાનું પણ ગૃહમંત્રીએ જણાવ્યુ હતું.

Latest Stories