સુરત : સ્વદેશી કળાને "પ્રોત્સાહન" આપતા હુનર હાટનો પ્રારંભ

ભારત દેશના ગામડાઓના કારીગરોમાં અવનવા પ્રકારનું હુનર જોવા મળી રહયું છે. આ હુનરને જીવંત રાખવા માટે કારીગરોને પ્રોત્સાહન આપવું ખુબ જરૂરી છે.

New Update
સુરત : સ્વદેશી કળાને "પ્રોત્સાહન" આપતા હુનર હાટનો પ્રારંભ
Advertisment

સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ દેવવ્રત કશ્યપે અને યુનિયન મીનીસ્ટર અબ્બાસ નકવીની હાજરીમાં હુનર હાટનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. ભારત દેશના ગામડાઓના કારીગરોમાં અવનવા પ્રકારનું હુનર જોવા મળી રહયું છે. આ હુનરને જીવંત રાખવા માટે કારીગરોને પ્રોત્સાહન આપવું ખુબ જરૂરી છે. કારીગરોને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે તેમજ વિવિધ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. સુરત ખાતે હુનર હાટના નેજા હેઠળ વિવિધ ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણનો શનિવારના રોજથી પ્રારંભ થયો છે. અસમ ,નાગલેન્ડ, કેરળ, ગુજરાત સહિત અન્ય રાજયોના કારીગરો પણ હુનર હાટમાં ભાગ લઇ રહયાં છે. આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રત સહિત અન્ય મહેમાનો હજાર રહ્યા હતા.

Advertisment

'હુનર હાટ'માં વિશ્વભરમાં પ્રખ્યાત રેમ્બો ઇન્ટરનેશનલ સર્કસ સુરતીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. જેના 22 કલાકારો સુરતીઓને એવા હેરતઅંગેજ કરતબો બતાવશે. કાશ્મીરથી કન્યાકુમારી અને કટકથી કચ્છ સુધી તમામ રાજ્યના હસ્તકળાના શિલ્પીઓ પોતાની કળાને અહી રજૂ કરી રહ્યા છે. સ્વદેશી ઉદ્યોગને આ પ્રકારના આયોજનથી બળ મળે છે એ સર્વસ્વીકૃત બાબત છે. લાખો લોકોને રોજગારી આ પ્રકારના આયોજનોથી મળી રહી છે.

Latest Stories