સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં પુત્રને નાસ્તો લેવા મોકલી કાપડના વેપારીએ પત્નીનું ઊંઘમાં જ ગળું કાપી હત્યા કરી નાખી છે હત્યા કર્યા બાદ ધાબા ઉપરથી ભાગવા જતાં આરોપીને પોલીસે ગણતરીના જ કલાકોમાં ધરપકડ કરી ધરી છે.
સુરત શહેરના ડિંડોલીમાં સાડીના વેપારીએ આડા સંબંધની શંકાએ પત્નીની જ્યારે સૂતી હતી ત્યારે તેણીનું ગળું કાપીને ઘાતકી હત્યા કરી નાખી હતી હત્યા કરવા માટે વેપારીએ તેના પુત્રને નાસ્તો લેવા માટે બહાર મોકલ્યો હતો અને બાદમાં ઘરનો દરવાજો બંધ કરીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું ડિંડોલી પોલીસ મથકની હદમાં આવતા દેલાડવા ગામ પાસે વુંદાવન રેસિડેન્સીમાં રહેતા સુરૂભા ઝાલા સાડીનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે સુરૂભાની પત્ની હંસાબાનો અન્ય પુરુષોની સાથે સંબંધ હોવાની વાતને લઈને ઝાલા દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા છેલ્લા દોઢ મહિનાથી આ ઝઘડા ખૂબ જ વધી ગયા હતા દરમિયાન સુરૂભા ઘરે આવ્યો હતો અને ઘરે આવતાની સાથે સુરૂભા તેના 19 વર્ષીય પુત્ર વિક્રમસિંહને નાસ્તો લઈ આવવા માટે કહ્યું હતું.
પુત્રો નાસ્તો લેવા માટે ગયો ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને બેડ રૂમમાં હંસાબા સુતા હતા ત્યારે જઈને તેના ગળા તેમજ ગાલના ભાગે અને છાતીના ભાગે ચપ્પુના જેવા તિક્ષ્ણ હથિયારથી ગળું કાપીને હત્યા કરી નાસી ગયો હતો ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી આરોપી પતિ ધાબા ઉપરથી ભાગવા જતાં આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પડ્યો હતો.1 આરોપીએ 20 દિવસ પહેલા પણ પત્ની હંસાબા ઉપર તલવારથી હુમલો કર્યો હતો અને આ હુમલામાં હંસાબા નો હાથ વચ્ચે આવી ગયો હતો અને હાથની આંગળી ઉપર ઇજાઓ થઇ હતી જે તે સમયે પોલીસે તેની સામે ગુનો નોંધ્યો હતો ને જામીન ઉપર મુક્ત થયા બાદ ભાગતો ફરતો હતો ત્યારે ઘરમાં આવીને સુરૂભાએ પત્નીની ઘાતકી હત્યા કરી નાસી ગયો હતો હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.