Connect Gujarat
સુરત 

સુરત : જો, તમે રૂ. 50 હજારથી વધુની રકમ હેરફેર કરી રહ્યા છો તો આ સમાચાર ખાસ જુઓ..!

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લાઈંગ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

X

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લાઈંગ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ એલર્ટ મોડમાં આવી ગયું છે, ત્યારે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લાઈંગ સ્કોડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં શંકાસ્પદ વાહનોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, 50 હજારથી વધુની રકમ હેરફેર કરવા પર ચૂંટણી પંચ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચૂંટણીમાં બ્લેક મનીનો ઉપયોગ થતો હોવાના આરોપ લાગતા હોય છે, જ્યારે 50થી વધુની રકમ મળી આવે તો તેવા કિસ્સામાં ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવશે. જો 50 હજારથી વધુની રકમના કોઈ પુરાવા ન મળી આવે તો ઇન્કમટેક્સને માહિતી આપવામાં આવશે.

Next Story