/connect-gujarat/media/post_banners/4a0df591397eedcfe1fbac78e0ebd1a30764126d224bd7f7af0f1c39e6263970.jpg)
સુરતના મોટા વરાછા પરણીતા મોનિકા વેકરિયાના આપઘાત મામલે મૃતકના સાસરિયા સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માંગ કરાઈ છે.મોનિકાના પરિવારના સભ્યો હાથમાં બેનોરો લઈ પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા.સાસરીયા દ્વારા મોનિતાની હત્યા કરી હોવાનો પરિવારે આરોપ મૂક્યો છે.
સુરતના ઉત્રાણ મોટા વરાછા ખાતે રહેતી મોનિકા વેકરિયાને ઝેરી દવા પીધેલી હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં ટૂંકી સારવાર બાદ મોનિકાનું મોત નીપજ્યું હતું.મોનિકના પરિવારે આરોપ કર્યો છે કે મોનિકાના પતિનું અન્ય કોઈ યુવતી સાથે અફેર છે અને મોનિકાને ત્રાસ આપવામાં આવતો હતો. એના કારણે જ મોનિકાને ઝેરી દવા પીવડાવી સાસરીયા દ્વારા મારી નાખવામાં આવી છે. આપઘાત મામલે ઉત્રાણ પોલીસે પતિ સહિત 7 જણા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.જયારે પરિવારની માંગ છે કે આરોપીઓ વિરુદ્ધ 302 મુજબનો ગુનો નોંધવામાં આવે અને હાલ સુધી પોલીસે સાસુ-સસરા અને એક નણંદોઈની ધરપકડ કરી છે.અન્ય આરોપીની પણ જલ્દીથી ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.આપઘાત મામલે ઉત્રાણ પોલીસે પતિ સહિત 7 લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. જેમાં પોલીસે સાસુ-સસરા અને એક નણંદોઈની ધરપકડ કરી છે. જ્યારે પરિણીતાની એક નણંદ તાપી જિલ્લામાં મામલતદાર અને નણદોઈ કઠોરમાં ડોક્ટર છે. બીજી તરફ મોનિકાના પરિવારે એવો આક્ષેપ કર્યો કે મોનિકાએ આપઘાત કર્યો નથી પરંતુ તેની હત્યા કરી છે.નણંદ અને નણદોઈ આ ગુનામાં સંકળાયેલા છે.વહેલી તકે તમામ આરોપીઓની ધરપકડ કરી 302 મુજબનો ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.