સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ રત્નેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અર્થે દાંડી રોડ પર આવેલ વ્યવાસ વિહાર ખાતે શ્રી રામ ચરિત માનસ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ઇલવાના જાણીતા કથાકાર ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમયવાણીમાં રસપાન કરાવી રહ્યા છે
તાપી નદીના કિનારે વસેલ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં તાપી માતા અને સુવર્ણેશ્વર મહાદેવના પુત્ર રત્નેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે.અતિ પૌરાણિક આ મંદિરના દર્શનનું અનેરું મહત્વ છે. તાપી પુરાણમાં પણ આ મંદિરનો ઉલ્લેખ કરાયેલો છે. ત્યારે આ મંદિરના જીર્ણોદ્ધાર માટે વિવિધ સંસ્થાઓ અને સંગઠનો આગળ આવ્યા છે.૧૦૦ વર્ષ પૂર્વે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારે પુનઃ એક વાર આ મંદિરના જીર્ણોદ્ધારની નેમ કરવામાં આવી છે. મંદિર નિર્માણના લાભાર્થે સુરતના દાંડી રોડ પર આવેલ વ્યાસ વિહાર ખાતે શ્રી રામ ચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રારંભ પૂર્વે પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ દીપ પ્રાગટ્ય દ્વારા કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.વ્યાસપીઠ પરથી ઇલાવના જાણીતા કથાકાર ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવી રહ્યા છે