Connect Gujarat
સુરત 

સુરત : રેલ્વે મુસાફરોની સુવિધામાં વધારો, શતાબ્દી ટ્રેન ગાંધીનગર સુધી લંબાવાય...

શતાબ્દી ટ્રેનને કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી અને સાંસદ દર્શના જરદોશ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

X

શતાબ્દી ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવામાં આવી છે, ત્યારે સુરત રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચેલી શતાબ્દી ટ્રેનને કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી અને સાંસદ દર્શના જરદોશ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ગાંધીનગર ખાતે કામ અર્થે જતાં લોકોને ટ્રેનની મુસાફરીમાં અમદાવાદ ઉતરી જવું પડતું હતું. ત્યારબાદ બાય રોડ ગાંધીનગર જવું પડતું હતું. જેના કારણે સમયના વ્યય સાથે મુસાફરીના થાકનો પણ સામનો કરવો પડતો હતો. મુંબઇ કે, દક્ષિણ ગુજરાતથી ગાંધીનગર કામ અર્થે જતાં લોકોની આ સમસ્યા અંગે સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોને વારંવાર રજૂઆત કરાય હતી. જેને પગલે સુરતના સાંસદ દર્શના જરદોશ હવે, જ્યારે કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી છે, ત્યારે આ રજૂઆતને ધ્યાનમાં રાખી શતાબ્દી ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવામાં આવી છે.

સુરત અને ગાંધીનગર રેલ્વે સ્ટેશન હાઈટેક બન્યા બાદ ટ્રેનના સ્ટોપેજ માટેની માંગ પણ વધી છે. તો બીજી તરફ મુંબઇથી અમદાવાદ સુધી જતી શતાબ્દી ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવા માટેની માંગણી પણ ઘણા સમયથી હતી, ત્યારે સુરત રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચેલી શતાબ્દી ટ્રેનને કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી અને સાંસદ દર્શના જરદોશ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

Next Story