કોરોનાની મહામારીને રોકવા લોકો પોતાના ઘરોમાં જ રહે તે માટે જાહેરનામા બહાર પાડવામાં આવ્યાં હતાં. એકલા સુરતમાં જ જાહેરનામા ભંગના 30 હજાર કરતાં વધારે કેસો કરવામાં આવ્યાં હતાં. આ કેસો સંદર્ભમાં કરવામાં આવેલી તમામ અરજીઓ કોર્ટે ફગાવી દીધી છે.
સુરતમાં કોરોના દરમિયાન જાહેરનામાનો ભંગના નોંધાયેલાં 30 હજાર કેસની અરજીઓને કોર્ટએ પ્રથમ સુનાવણીમાં જ ફગાવી છે. સુરત શહેર પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરે કોર્ટની મંજૂરી ન લેતા કોર્ટેએ આ નિર્ણય લીધો છે. કોરોનાની મહામારી દરમિયાન લોકડાઉન, કરફયુ સહિતના પગલાંઓ ભરાયાં હતાં. લોકો પોતાના ઘરોમાં જ રહે તે માટે વિવિધ જાહેરનામાઓ બહાર પાડવામાં આવ્યાં હતાં.
સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરતમાં 30 હજાર કરતાં વધારે કેસો જાહેરનામા ભંગના નોંધાયાં હતાં. કોવીડની મહામારી દરમિયાન કલેકટર અને પોલીસ કમિશ્નર તરફથી જાહેરનામા બહાર પાડવામાં આવ્યાં હતાં. આ જાહેરનામા બહાર પાડતાં પહેલાં કોર્ટની પરવાનગી લેવામાં આવી ન હોવાનું ન્યાયાધીશના ધ્યાને આવ્યું હતું. સુરત પોલીસે રજુ કરેલી 30 હજાર કરતાં વધારે અરજીઓમાં કાયદાની જોગવાઇનું પાલન કરાયું ન હોવાથી તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી છે. આ બાબતે વધુ જાણકારી જાણીતા વકીલ પિયુષ માંગુકીયાએ આપી હતી.