સુરત : આકરા તાપથી શ્રાવકોને રાહત આપતો જૈન સમાજનો પ્રયાસ, 1140 ફૂટ લાંબા માર્ગ પર મંડપ બંધાવી છાંયડો કર્યો...

શ્રાવકો અને મહોત્સવમાં ભાગ લેતા શ્રદ્ધાળુઓને આરામદાયક માહોલ આપવામાં આવે તે માટે ઉધના તેરાપંથ ભવનથી લઈ તરણકુંડ સુધીનો 1140 ફૂટ લાંબો માર્ગ કાપડથી ઢાંકી દેવામાં આવ્યો

New Update
  • દીક્ષા મહોત્સવ-વર્ષીતપ પારણા મહોત્સવનું ભવ્ય આયોજન

  • આકરા તડકાથી લોકોને રાહત આપતો જૈન સમાજનો પ્રયાસ

  • શ્રાવકો અને મહોત્સવમાં ભાગ લેતા શ્રદ્ધાળુઓ માટે સુવ્યવસ્થા

  • 1140 ફૂટ લાંબ માર્ગને કાપડથી ઢાંકી મંડપમાં રૂપાંતરિત કર્યો

  • જૈન સમાજ દ્વારા કરાયેલ પ્રશંસનીય ઉપક્રમની લોક સરાહના

સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગરમીની તીવ્રતા વચ્ચે શ્રાવકો અને મહોત્સવમાં ભાગ લેતા શ્રદ્ધાળુઓને આરામદાયક માહોલ આપવામાં આવે તે માટે જૈન સમાજ દ્વારા ઉધના તેરાપંથ ભવનથી તરણકુંડ સુધી 1140 ફૂટ લાંબો માર્ગ કાપડથી ઢાંકી મંડપમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યો છે.

સમગ્ર રાજ્યમાં હાલના દિવસોમાં ઉનાળાની કાળજાળ ગરમી પડી રહી છેત્યારે સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગરમીથી બચવા અનોખો પ્રયાસ જોવા મળી રહ્યો છે. જૈન સમાજ દ્વારા એક અનોખો અને પ્રશંસનીય ઉપક્રમ કરવામાં આવ્યો છે. સમગ્ર રોડને મંડપ બાંધીને છાયા હેઠળ લાવવામાં આવ્યો છે.

ગરમીની તીવ્રતા વચ્ચે શ્રાવકો અને મહોત્સવમાં ભાગ લેતા શ્રદ્ધાળુઓને આરામદાયક માહોલ આપવામાં આવે તે માટે ઉધના તેરાપંથ ભવનથી લઈ તરણકુંડ સુધીનો 1140 ફૂટ લાંબો માર્ગ કાપડથી ઢાંકી દેવામાં આવ્યો છે. જૈન સમાજ દ્વારા આ વિશેષ વ્યવસ્થા તા. 24 એપ્રિલથી 2 મે2025 સુધી યોજાનારા મહાપર્વને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ સમયે 4 દીક્ષા મહોત્સવ સાથે વર્ષીતપ પારણા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ તમામ ધાર્મિક કાર્યક્રમો સ્થાવકવાસી સંપ્રદાયના પ્રખર સંતઆચાર્ય શ્રી શિવમુનિ મહારાજની નિશ્રામાં યોજાવાના છે. સમાજના બહોળા સહયોગ અને સેવાભાવી કાર્યકર્તાઓની સક્રિય ભાગીદારીથી આ સમગ્ર આયોજન નિર્વિઘ્ન કરવામાં આવ્યું છે.

રોડ પર છાંયડો કરવા માટે જ્યાં મંડપ બાંધવામાં આવ્યા છેત્યાં ગરમીમાંથી રાહત આપતા પંખાપીવાના પાણીની વ્યવસ્થાઆરામદાયક બેસવાની જગ્યા તેમજ સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થાપન પણ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેભારે તાપમાન વચ્ચે સામાન્ય લોકોને પણ આ વ્યવસ્થાનો લાભ મળી શકે તેમ છેજે જૈન ધર્મના કરુણા અને સેવા જેવા મૂળ મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.

Read the Next Article

સુરત : આપ અને કોંગ્રેસ MLA દ્વારા DGVCL કચેરીમાં ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ,રાજકીયક્ષેત્રે બન્યો ચર્ચાનો વિષય

સુરતમાં DGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના MLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.

New Update
  • DGVCLની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન

  • આપ અને કોંગ્રેસ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

  • ચૈતર વસાવા અને અનંત પટેલ એક સાથે જોડાયા

  • આપ અને કોંગ્રેસMLA એક સાથે રહેતા ચર્ચા

  • DGVCL વિરુદ્ધ ઉગ્ર સૂત્ર ચાર કરી વિરોધ દર્શાવ્યો

સુરતમાંDGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસનાMLA અનંત પટેલે ગઠબંધન કરીને વિરોધ પ્રદર્શન કર્યું છે.જે ઘટના રાજકીય ક્ષેત્રે ચર્ચાનું કેન્દ્ર સ્થાન બની હતી.

સુરતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટ મીટરના વિરોધમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ના ધારાસભ્યો એક બીજા સાથે મળીને વિરોધ પ્રદર્શન કરી રહી છે.

5 મહિના પહેલા વિદ્યુત સહાયક માટેની પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ પણ 1800થી વધુ પરીક્ષાર્થીઓને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી. આ મુદ્દે આદિવાસી નેતા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ કાપોદ્રા ખાતે આવેલીDGVCLની મુખ્ય કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તહેનાત કરાયા હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન બંને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીની એક કોન્ટ્રાક્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને અન્ય લોકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયામાં પાસ થનાર મોટાભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના આદિવાસી સમાજના યુવાનો છે. આ જ કારણ છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દે સુરત ખાતે એક સમયે અને એક સાથે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુરત DGVCL ખાતે આપ અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા એક જૂથ થઈને ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ પ્રદર્શન બાદ વીજ કંપનીના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા,અને ઉમેદવારોને નોકરી આપવાની બાંહેધરી આપવામાં આવી છે.તેમજ 35 ઉમેદવારોને આવતીકાલે નોકરી આપવામાં આવશે અને અન્યને ઓગસ્ટ સુધીમાં તબક્કા વાઈઝ નોકરી મળશે તેમ જણાવવામાં આવ્યું હતું. વધુમાં મહેકમની જગ્યાઓ જે આઉટસોર્સિંગથી ભરવાની છે,તેમાં પણ આ ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવાનું વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.