Connect Gujarat
સુરત 

સુરત: કામરેજના ઊંભેળ ગામે નિર્માણાધીન સરકારી આવાસ યોજનાના મકાનની દીવાલ ધરાશયી

સુરતમાં સરકારી આવાસ યોજનાના કોન્ટ્રાકટરની બેદરકારી, કામરેજના ઊંભેળ ગામે નિર્માણાધીન મકાનની દીવાલ ધરાશયી.

X

સુરતના કામરેજના ઊંભેળ ગામમાં નિર્માણાધીન સરકારી આવાસ યોજનાના મકાનની દીવાલ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી. મકાન નિર્માણ પામે એ પૂર્વે જ દીવાલ ધરાશાયી થતા કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી છે.

કામરેજના ઉંભેળમાં આવેલ નાની નાયકીવાડ વિસ્તારમાં આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલ ઘરોમાં ચણતરના કામ દરમિયાન કોન્ટેક્ટર દ્વારા આવાસની દીવાલની કામગીરીમાં યોગ્ય મટીરીયલ નહિ વાપરતા આવાસ ઉભું થાય એ પહેલાં જ દીવાલ જમીન દોસ્ત થઈ ગઈ હતી. દીવાલ પડી જતા આવસની બાજુમાં ઉભેલા વ્યક્તિને તેમજ પાડોશીના ઘરને પણ ભારે નુકશાન થયું હતું ત્યારે એક બાજુ સરકાર સાફ નીતિ સાફ સરકારની વાત કરે છે ત્યારે રાજનેતાઓની રહેમનજર હેઠળ જ આવાસના કામો લેતા કોન્ટ્રકટરો જ હલકી કક્ષાના ઘર બનાવી આપતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.રહીશોમાં ભય છે કે જો રહેવા ગયા અને આવાસ તૂટી ગયું તો અને કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ જેવા અનેક સવાલો ઉભા થયા છે.

Next Story