-
કાપોદ્રા પોલીસનો અનોખો પ્રયાસ
-
દિવ્યાંગ બાળકો સાથે ઉજવી ઉત્તરાયણ
-
પોલીસ મથકના ટેરેસ પર કરાયું આયોજન
-
બાળકોના ચહેરા પર ખુશી રેલાવવાનો કર્યો પ્રયાસ
-
વિવિધ સ્લોગન સાથેના પતંગ થકી લોકજાગૃતિનો પ્રયાસ
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર દિવ્યાંગો સાથે ઉતરાયણની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે બાળકોના ચહેરા પર જે ખુશી જોવા મળી હતી તે ભાગ્ય જોવા મળે છે.પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ ઉજવણીમાં જોડાયો હતો અને દિવ્યાંગોને ખુશીઓ વહેંચી હતી.
સુરત કાપોદ્રા વિસ્તારમાં પ્રદીપ પાવર ટ્રસ્ટમાં દિવ્યાંગ બાળકોની સાર સંભાળ રાખવામાં આવી રહી છે. આ દિવ્યાંગ બાળકો સાથે ઉતરાયણની ઉજવણી કરવાનું કાપોદ્રા પોલીસની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાપોદ્રા પોલીસ સ્ટેશનના બિલ્ડીંગના ધાબા પર જ આ દિવ્યાંગ બાળકો સાથે પોલીસની ટીમે ઉતરાયણની ઉજવણી કરી હતી. આ ટ્રસ્ટના દિવ્યાંગો અને પોલીસ જવાનો ઉજવણીમાં હાજર રહ્યા હતા.
આ ઉતરાયણ દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ રીતે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા માર્કેટ વિસ્તારમાં ચોરી અને છેડતી ના બનાનવો ન બને તે માટે પણ વોચ રાખવામાં આવી રહી છે. ટ્રાફિક સિગ્નલ સહિત ટ્રાફિક ના નિયમો, નો ડ્રગ્સ ઇન સીટી સહિતના અલગ અલગ સ્લોગનો પતંગો પર લગાવીને જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ સાથે જ વાહન ચાલકોને સેફ્ટી બેલ્ટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.