સુરત : કિરણ હોસ્પિટલના ડોક્ટરનો ઇન્જેક્શન મારી આપઘાત,પોલીસને મૃતક પાસેથી ન્યાય લખેલી સુસાઇડ નોટ મળી

સુરતના ગોડાદરામાં હોટલ નેસ્ટના રૂમમાં કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરે પોતાના હાથમાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન મારીને આપઘાત કરી......

New Update
  • ગોડાદરામાં હોટલ નેસ્ટમાં ડોક્ટરે કર્યો આપઘાત

  • સુસાઈડ નોટ લખીને ડોકટરે ભર્યું અંતિમ પગલું

  • કિરણ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા

  • સુસાઇડ નોટમાં ન્યાય શબ્દ લખવામાં આવ્યો

  • પોલીસે ઘટનાનું રહસ્ય ઉકેલવા શરૂ કર્યા પ્રયાસ 

સુરતના ગોડાદરામાં હોટલ નેસ્ટના રૂમમાં કિરણ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરે પોતાના હાથમાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન મારીને આપઘાત કરી લીધો હતો,ઘટનામાં તપાસ દરમિયાન પોલીસને સુસાઈડ નોટ પણ મળી આવી હતી.

સુરતના ગોડાદરામાં 9 નવેમ્બરના રોજ હોટલ નેસ્ટના 8 નંબરના રૂમમાં સુસાઈડ નોટ લખીને ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી. હોટલમાં ડોક્ટરે એક દિવસનું રોકાણ કર્યું હતું. તેમણે રાત્રે 1 વાગ્યે ચેક ઇન કર્યું હતુંપરંતુ જોકે ચેક આઉટ ન કરતાં અને હોટલ સંચાલકને શંકા જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા દરવાજો ખોલતા ડોક્ટર મૃત હાલતમાં મળ્યા હતા. હાલ તો આપઘાત અંગેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. આ મામલે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ડોક્ટર ભાવેશ કવાડ કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથીક ડોક્ટર તરીકે ફરજ બજાવતો  હતો.

સુસાઈડ નોટ ડોક્ટર ભાવેશે પોતાની પત્નીને સંબોધીને લખી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહ પાસેથી એક પેજ જપ્ત કર્યું હતુંજેના પર ડોક્ટરે પોતાની પત્ની 'ધારા'નું ચિત્ર બનાવ્યું હતું અને એની આગળ "I Love Dhara" લખ્યું હતુંજ્યારે અન્ય એક પેજ પર તેમણે માત્ર 'ન્યાયશબ્દ લખ્યો હતો. તેમની પત્ની ધારા એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. હાલમાં પોલીસે આ આપઘાત પાછળનું સાચું કારણ અને 'ન્યાયશબ્દનો અર્થ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે. જેથી આ તબીબે ઘરકંકાસને કારણે અંતિમ પગલું ભર્યું હોવાની પોલીસ શક્યતા વ્યક્ત કરી રહી છે.

Latest Stories