Connect Gujarat
સુરત 

સુરત : કુદસદ ગામના અનેક વિસ્તારો જળબંબાકાર, ઘુંટણસમા પાણીથી ઘરવખરી પીલળી ગઇ

સુરત જિલ્લામાં આખી રાત પડયો વરસાદ, કુદસદ ગામમાં વરસાદી પાણીથી નુકશાન.

X

સુરત શહેર તથા જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર નુકશાનીના સમાચારો સામે આવી રહયાં છે. કુદસદ ગામના અનેક ફળિયાઓમાં વરસાદી પાણી ફરી વળતાં લોકોની ઘરવખરી પલળી ગઇ છે.

સુરત જિલ્લામાં ગતમોડી રાત્રીના સમયે ભારે વરસાદને નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયાં છે.કુદસદની વાત કરવામાં આવે તો ગામના આદિવાસી ફળિયા,નવાપરા કોલોની, હળપતિ વાસ સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી પ્રવેશી ગયાં હતાં. એક તરફ સતત વરસી રહેલો વરસાદ અને બીજી તરફ ઘરોમાં પાણી પ્રવેશતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.

ગામમાંથી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહિ હોવાના પણ આક્ષેપો થઇ રહયાં છે. મકાનોમાં ઘુંટણસમા પાણી ભરાતાં અનાજ સહિતની ઘરવખરી પલળી જતાં લોકોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

Next Story