Connect Gujarat
સુરત 

સુરત: લસકાણા જમીન કૌભાંડમાં જાણીતા બિલ્ડરની ધરપકડ

ચાર લોકોને જમીન વેચી 40 કરોડની લોન લેવાય હતી.

X

સુરતના કામરેજ નજીક લસકાણા ખાતે કરોડોની કિંમત ધરાવતી જમીન એક બે નહીં ચાર ચાર લોકોને વેચી માર્યા બાદ એ જમીન ઉપર ફાઇનાન્સ કંપનીમાંથી 40 કરોડની લોન લઈ કૌભાંડ આચારનાર બિલ્ડર રાજુ દેસાઈની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

સુરતના કામરેજ ના લસકાના ખાતે આવેલી અને કરોડોની કિંમતની જમીન બિલ્ડર રાજુ રવજી દેસાઈએ જીતેન્દ્ર પટેલને 8 કરોડમાં વેચવાનું નક્કી કર્યું હતું અને રૂપિયા બે કરોડ મેળવી વર્ષ 2015 માં રજીસ્ટર્ડ સાટાખત કરી આપ્યું હતું જો કે બિલ્ડર રાજુ દેસાઈએ આ જમીન માત્ર જીતેન્દ્ર પટેલને વેચી હતી એવું નથી, બિલ્ડર રાજુ દેસાઈએ જીતેન્દ્ર પટેલ ઉપરાંત અન્ય ચાર વ્યક્તિઓને જમીન વેચી હતી તેની સાથે સાથે દીવાન ફાઇનાન્સ કંપનીમાં જમીન ગીરવે મૂકી 40 કરોડની લોન પણ લઈ લીધી હતી બીજી તરફ વર્ષ 2015 બાદ રાજુ દેસાઈનું નામ પણ બહુચર્ચિત બીટકોઈન કૌભાંડમાં ખુલ્યું હતું અને તે નાસતોફરતો થઈ ગયો હતો.

જોકે પોલીસે તેની ધરપકડ કરી જેલને હવાલે કરી દીધો હતો.રાજુ દેસાઈ પણ બીટકોઈન માટે નો માસ્ટર માઈન્ડ હતો બીજી તરફ છ છ વર્ષ સુધી જમીનના દસ્તાવેજ નહીં થતા ફરિયાદી જીતેન્દ્ર પટેલે બિલ્ડર રાજુ રવજી દેસાઈને જમીનના દસ્તાવેજ બાબતે દબાણ કરતા બિલ્ડર રાજુ દેસાઈએ ફરિયાદી જીતેન્દ્ર પટેલને જમીનમાં બે કરોડના રોકાણની સામે રૂપિયા 6.75 કરોડ સહિતની રકમ આપી છુટા કરવાના મુદ્દે સમાધાન કરી ચેક આપ્યા હતા .

જોકે આ બધા ચેક બિલ્ડર રાજુ રવજી દેસાઈના બેન્ક એકાઉન્ટમાં બેલેન્સ ન હોવાથી રિટર્ન થયા હતા ફરિયાદી જીતેન્દ્ર પટેલને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા તેમને ક્રાઇમ બ્રાન્ચમાં બિલ્ડર રાજુ દેસાઈ સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપી રાજુ દેસાઈ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story