/connect-gujarat/media/post_banners/a5caab0efbac562f41ae2ee62b1ee4f64e086cd6b91ed2483735f1f8532e4bc6.jpg)
જૈન તીર્થસ્થાન સમ્મેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરાતા જૈન સમાજ દ્વાર ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે, ત્યારે સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી સમ્મેત શિખરને પ્રવાસન સ્થળમાંથી હટાવવાની માંગ કરવામાં આવી હતી.
સરકાર દ્વારા જૈન તીર્થસ્થાન સમ્મેત શિખરને પ્રવાસન સ્થળમાં રૂપાંતરિત કરવામાં આવતા જૈન સમાજ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, સરકાર સામે દેશભરમાં વિરોધ નોંધાઈ રહ્યો છે. સુરત વકીલ સમુદાય પણ જૈન સમાજના સમર્થનમાં આવ્યો છે, ત્યારે આજરોજ સુરત જિલ્લા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ સહિત વકીલો જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી વિરોધ દર્શાવાયો હતો. જેમાં જૈન તીર્થસ્થાન સમ્મેત શિખરને પ્રવાસન સ્થળમાંથી હટાવવાની માંગ કરી હતી. આ સાથે જ પાલિતાણામાં અસામાજિક તત્વો દ્વારા જૈન મંદિરમાં કરવામાં આવેલ તોડફોડ મામલે પણ કડક કાર્યવાહીની માંગ કરાય છે. જો આગામી દિવસોમાં સરકાર દ્વારા માંગ સ્વીકારવામાં નહીં આવે તો વકીલ સમુદાય દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.