Connect Gujarat
સુરત 

સુરત : સિવિલ હોસ્પીટલમાં વાઇરલ ઇન્ફેકશનના દર્દીઓની લાગી લાંબી લાઈનો.

સુરતમાં શરદી ખાસી અને વાયરલના કેસો વધી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

X

સુરતમાં એક તરફ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. સુરતમાં શરદી ખાસી અને વાયરલના કેસો વધી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.સુરતમાં એક તરફ કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે બીજી તરફ સુરતમાં લોકોમાં શરદી ખાંસી અને વાયરલના કેસોમાં વધારો થતાં સુરતની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.

મોટા ભાગના લોકો શરદી ખાસીના લક્ષણોના સારવાર માટે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ ટેસ્ટીંગ પણ વધારવામાં આવી રહ્યું છે. જેથી સંક્મ્રણને વધતું અટકાવી શકાય. સુરત સીટીમાં હાલ સુધીમાં એક્ટીવ કેસ ૨૧,૯૨૫ છે. જે પૈકી ૪૨૮ લોકો હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. ડો. ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે સુરતમાં હાલમાં શરદી ખાંસીના સહિત ઓમિક્રોનના કેસો પણ વધી રહ્યા છે. લોકોને કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક હોમ કવોરનટાઈન થઇ જવું જોઈએ. દેશમાં કોરોના રસીકરણનો આંકડો 160 કરોડને પાર, આરોગ્ય મંત્રીએ આપી માહિતી

Next Story