Connect Gujarat
સુરત 

સુરત : કોરોનાથી ફેફસા થઇ થયાં 100 ટકા ડેમેજ, જુઓ પછી એન્જિનિયર યુવાનનું શું થયું

126 દિવસ બાદ યુવાન થયો સાજો, બીજી લહેરમાં ભોગ બન્યો હતો કોરોનાનો.

X

કોરોનાની બીજી લહેરમાં હજારો લોકો જીવ ગુમાવી ચુકયાં છે જયારે કેટલાય લોકો મોતને મ્હાત આપી ઘરે પાછા ફર્યા છે પણ તેમની આજીવનની કમાણી સારવાર પાછળ વપરાય ચુકી છે. સુરતનો એન્જિનિયર યુવાન 126 દિવસની સારવાર બાદ સાજો થયો છે.

દેશભરમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઇ હતી. કોરોના વાયરસે સીધો ફેફસા પણ હુમલો કરતાં લોકોને શ્વાસોશ્વાસની તકલીફ ઉભી થઇ હતી અને તેઓના જીવ ગયાં હતાં. બીજી લહેરમાં ઓકિસજન અને બેડ પણ તંગી ઉભી થઇ હતી. આવામાં હજારો લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો જયારે કેટલાક સારવાર બાદ સાજા થયાં હતાં. સુરતમાં રહેતો એન્જિનિયર યુવાન બીજી લહેરમાં કોરોનાથી સંક્રમિત થઇ ગયો હતો.

કોરોનાના કારણે તેના ફેફસા 100 ટકા ડેમેજ થઇ ચુકયાં હતાં. યુવાનના જીવવાની સંભાવના લગભગ નહિવત થઇ ગઇ હતી પણ તબીબો હિમંત હાર્યા ન હતાં અને તેની સારવાર શરૂ કરી હતી. 126 દિવસની સઘન સારવાર બાદ આ યુવાન કોરોનામાંથી સંર્પુણ સાજો થઇ ચુકયો છે. 126 દિવસની સારવારમાં તેને લાખો રૂપિયાનો ખર્ચ થઇ ચુકયો છે. જીતેન્દ્ર ભાલાણી નામનો આ હિમંતવાન યુવાન સોફટવેર એન્જિનિયર તરીકે કામ કરે છે.

Next Story