સુરત: તબેલાઓમાંથી ઢોર પકડવા સામે માલધારી સમાજની લાલઆંખ, ધરણા પ્રદર્શન દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો

સુરતમાં તબેલાઓમાંથી ઢોર પકડવા તેમજ તબેલા ઉપર બુલ્ડોઝર ફેરવવાને લઇ માલધારી સમાજ લાલ ઘૂમ જોવા મળ્યો હતો

સુરત: તબેલાઓમાંથી ઢોર પકડવા સામે માલધારી સમાજની લાલઆંખ, ધરણા પ્રદર્શન દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો
New Update

સુરતમાં તબેલાઓમાંથી ઢોર પકડવા તેમજ તબેલા ઉપર બુલ્ડોઝર ફેરવવાને લઇ માલધારી સમાજ લાલ ઘૂમ જોવા મળ્યો હતો અને ડભોલી ખાતે માલધારી સમાજ દ્વારા ધરણા પ્રદર્શન કરાયા હતા.

હાઇકોર્ટના આદેશ અનુસાર સુરતમાં તબેલાઓનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે તેમજ રોડ પર રખડતા ઢોરને પકડી ડબ્બામાં પૂરવામાં આવી રહ્યા છે.જેના વિરોધમાં સુરતના માલધારીએ ધારણા પ્રદર્શન કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. સુરતના ડભોલી ખાતે આજે માલધારી સમાજના સંતો - મહંતોની હાજરી વચ્ચે મોટી સંખ્યામાં ઉમટેલા સમાજના નાગરિકોએ વિવિધ માંગણીઓ સાથે માલધારી સમાજને થઈ રહેલા અન્યાય સામે અંત સુધી લડી લેવાના મૂડમાં જોવા મળ્યો હતો .

શહેરના કતારગામ અને રાંદેર ઝોનમાં અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર તબેલાઓ દૂર કરવાની કામગીરી દરમ્યાન માલધારી સમાજ દ્વારા ધરણા પ્રદર્શનનું શસ્ત્ર ઉગામાવામાં આવ્યું હતું. છેલ્લા ચાર દિવસથી ડભોલી ખાતે ધરણા પ્રદર્શન કરી રહેલા માલધારી સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, મનપા દ્વારા ગેરકાયદેસર તબેલાઓના નામે કાયદેસર તબેલાઓને પણ નેસ્તનાબૂદ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે પશુપાલકોને લાખ્ખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

#Gujarat #BeyondJustNews #Surat #Maldhari Samaj #Stray Cattles #protests #cattle seizure #Connect gujaras
Here are a few more articles:
Read the Next Article