Connect Gujarat
સુરત 

સુરત : એક જ પરિવારના 7 સભ્યોનો સામૂહિક આપઘાત, આર્થિક સંકડામળ હોવાનું પ્રાથમિક અનુમાન..!

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં પરિવારના 7 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

X

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં પરિવારના 7 સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ, બનવાના પગલે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના અડાજણ વિસ્તારમાંથી ચકચારી ઘટના સામે આવી છે. સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારનાના 7 લોકોના સામૂહિક આપઘાતની ઘટનાથી ચકચાર મચી છે. બનાવના પગલે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે, પિતાએ પરિવારના સભ્યોને દવા પીવડાવી પોતે ગળાફાંસો ખાધો હોવાની શંકાઓ સેવાઈ રહી છે. મળતી માહિતી અનુસાર, આ પરિવારના 7 સદસ્યોમાં પતિ-પત્ની, માતા-પિતા, 2 બાળક અને 1 બાળકીનો સમાવેશ થાય છે. આ ઘટના અંગે હાલ પોલીસ દ્વારા હાલ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સૌપ્રથમ મૃતકોના મૃતદેહોને દવાખાને ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ સાથે આસપાસના લોકો તથા પરિવારજનોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. તો એકસાથે 7 લોકોના આપઘાત કરવા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ આર્થિક સંકડામણના કારણે પરિવારે સામૂહિક આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Next Story