Connect Gujarat
સુરત 

સુરત: મેયર હેમાલી બોઘાવાલાના જન્મદિવસની વિવિધ સેવા કાર્યો દ્વારા ઉજવણી

સુરત મહાનગર પાલિકાના મેયર હેમાલી બોઘાવાલાના આજરોજ જન્મ દિવસ નિમિત્તે વિવિધ સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું

X

સુરત મહાનગર પાલિકાના મેયર હેમાલી બોઘાવાલાના આજરોજ જન્મ દિવસ નિમિત્તે વિવિધ સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું

સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલાના જન્મદિવસ નિમિત્તે સુરત શહેરમાં અલગ-અલગ સામાજિક સંસ્થાઓ તેમજ તેમના કાર્યકરો દ્વારા જન્મદિનની ઉજવણી કરવામાં આવી રહી છે જન્મ દિવસ નિમિત્તે આઝાદીના ૭૫ વર્ષ 'આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે "મારું સુરત, મારો પરિવાર"ના અભિગમ સાથે વિવિધ છ વિષયો ઉપર ભવિષ્યમાં નવી સિદ્ધિઓ હાંસલ કરવા અને જનજાગૃતિ અર્થે સાઇકલિંગ કરવામાં આવી હતી જેમાં ટીબીમુકતના ઉદ્દેશ સાથે ૭૫થી વધુ ડોક્ટરઓ,સ્માર્ટ ડિજીટલ સુરતના ઉદ્દેશ સાથે ૭૫ થી વધુ એડવોકેટઓ,ગ્રિન સુરતના ઉદ્દેશ સાથે ૭૫થી વધુ વિદ્યાર્થીઓ,સ્વચ્છ સુરત- ના ઉદ્દેશ સાથે ૭૫થી વધુ સામાજીક સંસ્થાના અગ્રણીઓ ૫ સસ્ટેનેબલ સુરતના ઉદ્દેશ સાથે ૭૫ થી વધુ ચાર્ટડ એકાઉન્ટન્ટઓ અને મહિલા સશક્તિકરણ-આત્મનિર્ભર નારીના ઉદ્દેશ સાથે ૭૫ થી વધુ મહિલા અગ્રણીઓ જોડાયા હતા

Next Story