PM મોદીના 75માં જન્મદિવસ પ્રસંગની ઉજવણી
સેવા પખવાડિયાની કરવામાં આવી રહી છે ઉજવણી
સંપ્રત્તિ સેવાયજ્ઞ દ્વારા મેગા કેમ્પ યોજાયો
ટ્રાઇસિકલ,હોલ્ડિંગ વોકર,બગલ ઘોડી આપવામાં આવી
કેન્દ્રીયમંત્રી સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ ભાગરૂપે સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે,જે અંતર્ગત મેડિકલ કેમ્પ,રક્તદાન શિબિર સહિતના વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.અને આવો જ એક કાર્યક્રમ સુરતમાં પણ યોજાયો હતો. સુરતના સંપ્રતિ ફાઉન્ડેશન સેવાયજ્ઞ દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ,રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ,સાંસદ મુકેશ દલાલ અને મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ મેગા કેમ્પમાં પ્રધાનમંત્રી મોદીના 75માં જન્મ દિવસને લઇ દિવ્યાંગોને 75 ટ્રાઇસિકલ,75 હોલ્ડિંગ વોકર અને 75 બગલ ઘોડી આપવામાં આવી હતી. જ્યારે આ કેમ્પ માટે 1100થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.અને કેમ્પ અગાઉ જરૂરિયાતમંદોનું પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે આ તબક્કે સેવા પખવાડિયાના આયોજનને બિરદાવ્યું હતું.