સુરત : પરમસુખ ગુરુકુળના 300થી વધુ બાળકોએ ગણેશજીની આરધના સાથે માતા-પિતાનું પૂજન કર્યું...

ગુરુકુળના 300થી વધુ બાળકો દ્વારા કરાયું અનોખુ પૂજન, બાળકોએ માતા અને પિતાનું પૂજન કરી ધન્યતા અનુભવી. પરમસુખ ગુરુકુળના આયોજનને સૌકોઈ લોકોએ બિરદાવ્યું.

New Update

સનાતન સંસ્કૃતિ અને પરંપરાને આગળ ધપાવવાના પ્રયાસે સુરત શહેરના પરમસુખ ગુરુકુળમાં 300થી વધુ બાળકોએ ગણપતિ પૂજન સાથે વડીલોનું પૂજન-અર્ચન કર્યું હતું.

 હાલ ચાલી રહેલા ગણેશ મહોત્સવ દરમ્યાન ભક્તો દ્વારા દુંદાળા દેવની યથાશક્તિ પ્રમાણે આરાધના સહિત પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરત શહેરમાં પણ ગણેશ મહોત્સવ નિમિત્તે અનોખી પૂજા કરવામાં આવી હતી. સુરતના પરમસુખ ગુરુકુળમાં ગણેશજીની પૂજા સાથે પોતાના દાદા-દાદીની પૂજા કરવામાં આવી હતી. 300થી વધુ બાળકોએ ગણપતિ પૂજન સાથે દાદા-દાદીનું પૂજન કર્યું હતું.

 સનાતન સંસ્કૃતિ અને પરંપરાને આગળ ધપાવવાના સુંદર પ્રયાસને સૌકોઈએ બિરદાવ્યો હતો. બાળકો પોતાના વડીલો પ્રત્યે પ્રેમ ધરાવે છે, અને આ સંસ્કૃતિમાં સમાવિષ્ટ રહે તે સુનિશ્ચિત કરવા માટે પરમસુખ ગુરુકુળના સંચાલકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

#Ganesh Mandal #Ganesh Mahotsav #Surat
Here are a few more articles:
Read the Next Article