Connect Gujarat
સુરત 

સુરત : મંત્રી વીનું મોરડીયાની આગેવાની નીકળેલી મહા તિરંગા યાત્રાના 40 હજારથી વધુ લોકો જોડાયા, જુઓ કેવો હતો માહોલ...

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરત શહેરમાં રાજ્યમંત્રી વીનું મોરડીયાની આગેવાનીમાં મહા તિરંગા યાત્રા નીકળી હતી.

X

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરત શહેરમાં રાજ્યમંત્રી વીનું મોરડીયાની આગેવાનીમાં મહા તિરંગા યાત્રા નીકળી હતી. કતારગામ અનાથ આશ્રમથી નીકળી પાટીદાર સમાજ વાડી આર્મી ટેન્ક સુધી યોજાયેલી તિરંગા યાત્રામાં 40 હજારથી વધુ લોકોએ હાથમાં તિરંગો રાખી પદયાત્રા યોજી હતી.

રાજ્યમંત્રી વીનું મોરડીયાએ સુરતના કતારગામ અનાથ આશ્રમથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા 40 હજારથી વધુ લોકોએ હાથમાં તિરંગો રાખી પદયાત્રા યોજી હતી. ઉપરાંત મોદી શૂટ ખરીદનાર અને હીરા ઉદ્યોગકાર લાલજી પટેલ પણ આ યાત્રામાં જોડાયા હતા. સુરતના ઇતિહાસમાં આ યાત્રા ઐતિહાસિક માનવામાં આવી રહી છે, જ્યાં યાત્રાની પૂર્ણાહુતિ થઈ, ત્યાંથી લઈ જ્યાં યાત્રાનો પ્રારંભ થયો હતો, ત્યાં સુધી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. એટલે કે, 5 કિલોમીટર લાંબી આ યાત્રા અત્યાર સુધીની સૌથી મોટી તિરંગા યાત્રા માનવામાં આવી રહી છે. આ યાત્રામાં મંત્રી વીનું મોરડીયા રથ પર સવાર થવાના બદલે જનતા સાથે પદયાત્રામાં જોડાયા હતા. કતારગામના કદદાવર નેતા ગણાતા વીનું મોરડીયાની સાથેસાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યાત્રા દરમ્યાન ઠેરઠેર લોકોએ પુષ્પવર્ષા કરી તમામ લોકોને આવકાર્યા હતા. અંતે મંત્રી વીનું મોરડીયાએ તમામનો આભાર માની પાટીદાર ભવન ખાતે યાત્રાની પૂર્ણાહુતિ કરી હતી.

Next Story