સુરતના કતારગામે એક લગ્નપ્રસંગમા લોકોએ જમ્યા બાદ એકાએક ફૂડ પોઇઝનિંગ થયું હતું. જેને લઈને એકસાથે 49 લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા..
સુરત શહેરના કતારગામ વિસ્તારના ઘનશ્યામનગરમાં લગ્ન પ્રસંગ નિમિત્તે સોસાયટીના તેમજ અન્ય મહેમાનો જમવા ગયા હતા. 700 લોકો જમ્યા બાદ ધીરે ધીરે ફૂડ પોઇઝનિંગની અસર થતા ઘણા ખરાની તબિયત ખરાબ થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મોટાભાગના લોકો ખાનગી હોસ્પિટલમાં વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે પહોંચ્યા હતા. પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક અસરથી પહોંચીને 50 જેટલા લોકોને ઓપીડી કરાવી હતી. તેમજ 49 જેટલા લોકોને સારવાર માટે દાખલ કર્યા હતા.જમણવારમાં રાખવામાં આવેલી સ્વીટના કારણે આ ઘટના બની હોય એવું પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે.આ પ્રસંગે જે કેટર્સને ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે.