/connect-gujarat/media/media_files/2025/04/09/0GpBCcTp5IZv2lgx5fuR.jpg)
-
કાપોદ્રા વિસ્તારમાં બની ચોંકાવનારી ઘટના
-
પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકરોની તબિયત લથડી
-
પાણીના ફિલ્ટરમાં ઝેરી દવા ભેળવવામાં આવી હોવાની આશંકા
-
તમામ રત્નકલાકારો હોસ્પિટલમાં સારવાર હેઠળ
-
પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી
સુરતના કપોદ્રામાં પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડતા ચકચાર મચી છે.અનોપ જેમ્સમાં અનાજમાં નાખવાની દવા પીવાના પાણીના ફિલ્ટરમાં ભેળવી દીધી હોવાની આશંકા વર્તાઈ રહી છે. તમામ રત્નકલાકારોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સુરતમાં ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા રત્નકલાકરોની માઠી અસર બેઠી છે.કેટલાક રત્નકલાકારોએ આર્થિક તંગીને કારણે અંતિમ પગલું ભરીને જીવન ટૂંકાવી દીધા છે,તો કેટલાક ખરાબ પરિસ્થિતિ સામે ઝઝૂમીને પોતાના હક માટે લડત આપી રહ્યા છે.પરંતુ કાપોદ્રા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે,મિલેનિયમ બિલ્ડીંગમાં આવેલી અનભ જેમ્સ નામની કંપનીમાં ઘટના બની છે.
પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડી છે. તમામને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં કોઈએ અનાજમાં નાખવાની દવા ભેળવી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે સેલ્ફોસ નામની દવાની પડીકી પણ ફિલ્ટર પાસેથી મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.