ડુંભાલ વિસ્તારમાં થઈ હતી કાપડના વેપારીની હત્યા
નિર્મમ હત્યાના મામલે લિંબાયત પોલીસની કાર્યવાહી
હત્યાના ગુનામાં સંડોવાયેલ વધુ એક આરોપી ઝડપાયો
આરોપી વાપીના ડુંગરાના અમન પાર્કમાં છુપાયો હતો
અગાઉ પણ પોલીસે કરી અન્ય આરોપીઓની ધરપકડ
સુરત શહેરના ડુંભાલ વિસ્તારમાં થયેલી કાપડના વેપારીની નિર્મમ હત્યા મામલે લિંબાયત પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના ડુંભાલ વિસ્તારમાં કાપડ વેપારી આલોક અગ્રવાલની ચકચારી હત્યાની ઘટના મામલે લિંબાયત પોલીસને મોટી સફળતા મળી હતી. જેમાં પોલીસે મુખ્ય આરોપી અસ્ફાખને વાપી ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી વાપીના ડુંગરા વિસ્તારના અમન પાર્કમાં સંબંધીના ઘરે છુપાયો હતો.
જોકે, પોલીસ જ્યારે અસ્ફાખને પકડવા પોહચી ત્યારે તેણે પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ગોસ્વામી ઉપર ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો. જેથી પોલીસ ઇન્સ્પેક્ટરને પોતાના સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાની જરૂર પડી હતી, ત્યારે ફાયરિંગમાં આરોપીના પગના ભાગે ગોળી વાગી હતી. જેથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપી અસ્ફાખનો કબજો લિંબાયત પોલીસને સોંપવા આગળની તજવીજ હાથ ધરી હતી.