સુરત : માતાના આપઘાત બાદ લાપતા બાળકોનું રહસ્ય ઘેરાયું,મહિલાએ ત્રણેયને ખાડીમાં ફેંકી સામૂહિક આત્મહત્યા કર્યાની આશંકા

સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાં ગભેણી ચોકડી પાસે આવેલી એક ખાડી પરથી ગત 23 ઓગસ્ટે મહિલાનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્રણ બાળકો હજુ પણ લાપતા

New Update
  • મહિલાના આપઘાત પછી ત્રણ બાળકો લાપતા

  • ગધેણી ખાડી પરથી મહિલાએ ગળે ફાંસો ખાધો હતો

  • મહિલાનો મૃતદેહ મળ્યો ત્રણ બાળકો હજુ પણ લાપતા

  • સચિન પોલીસે ત્રણ બાળકોની શોધખોળ શરૂ કરી

  • બાળકોને ખાડીમાં ફેંકી મહિલાએ આપઘાત કર્યો હોવાની આશંકા

સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાં ગભેણી ચોકડી પાસે આવેલી એક ખાડી પરથી ગત 23 ઓગસ્ટે મહિલાનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેની ઓળખ થયા બાદ તેની સાથે રહેલા ત્રણ બાળક ગુમ હોવાની જાણ થતા પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારમાં ગભેણી ચોકડી પાસે આવેલી એક ખાડી પરથી ગત 23 ઓગસ્ટે મહિલાનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ મૃતક મહિલાના છેલ્લા 17 દિવસથી લાપતા ત્રણેય બાળકોની કોઈ પણ ભાળ મળી નથી. જ્યારે પોલીસ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવતા 22 ઓગસ્ટના રોજ આ મહિલા પોતાના ત્રણ બાળક સાથે કેમેરામાં કેદ થઈ છે. જ્યારે 23 ઓગસ્ટે જ આ મહિલા લટકતી હાલતમાં મળી હતી. જેથી ખાડી વિસ્તારના આસપાસના ડ્રોન ઉડાવી પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો આ મહિલાએ ત્રણેય બાળકોને ખાડીમાં ફેંકી દીધા બાદ આપઘાત કરી લીધો હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા સીસીટીવી તપાસમાં આપઘાત કરનાર મહિલા જેનુનિશા 22 ઓગસ્ટના રોજ સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ગભેણી ચોકડી પાસેથી પસાર થતી હોય તેવું સીસીટીવીમાં કેદ થયું છે. તેની સાથે તેના ત્રણ બાળકો પુત્રી 5 વર્ષીય આયશા3 વર્ષીય પુત્ર તોહીદ અને દોઢ માસનો પુત્ર સરફરાઝ પણ હતો. નાના પુત્ર સરફરજને માતાએ તેડેલો છે અને દીકરી અને દીકરો બંને સાથે ચાલતા આવી રહ્યા છે. ત્યારબાદ 23 ઓગસ્ટના રોજ ગભેણી ચોકડી ખાતે આવેલી ખાડીના પાઇપ સાથે લટકીને મહિલાએ આપઘાત કરી લીધો હતો.

માતાના આપઘાત બાદ લાપતા થયેલા બાળકોની ભાળ મેળવવા માટે પોલીસ તંત્રએ શોધખોળ શરૂ કરી છે.જ્યારે મહિલાએ બાળકોને ખાડીમાં ફેંકીને  આપઘાત કર્યો હોવાની આશંકા પણ પોલીસ વ્યક્ત કરી રહી છે.

Latest Stories