/connect-gujarat/media/post_banners/5eee04a29437d784d91d393acb15d8e821cf90b369beaef4a536f893352728c9.jpg)
સુરત જિલ્લાના કોસંબા રેલ્વે સ્ટેશન નજીક 70 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ યુવકની સુરત રેલ્વે પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તા. 28 જુલાઇની રાત્રિએ 2.45 વાગ્યાના અરસામાં સુરત જિલ્લાના કોસંબા રેલ્વે સ્ટેશન નજીક 70 વર્ષીય એક વૃદ્ધાને અજાણ્યો ઈસમ ગંભીર ઇજા પહોચાડી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ સુરત રેલ્વે પોલીસે ઘટના સ્થળ પર પહોચી ઇજાગ્રસ્ત વૃદ્ધાને 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં હાજર તબીબે ઇજાગ્રસ્ત વૃદ્ધાની સર્જરી કરી હતી. જોકે, સારવાર બાદ વૃદ્ધાનું મોત નિપજતા હોસ્પિટલના મેડિકલ ઓફિસરે પોલીસ સમક્ષ અજુકતી શંકા વ્યક્ત કરી હતી, ત્યારે વૃદ્ધાનું પોસ્ટમોર્ટમ કરાવતા વૃદ્ધા દુષ્કર્મનો ભોગ બની હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સમગ્ર મામલે સુરત રેલ્વે પોલીસે વૃદ્ધા સાથે દુષ્કર્મ બાદ હત્યા કરવાના ગુન્હામાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. તપાસ દરમ્યાન પોલીસે કોસંબા રેલ્વે સ્ટેશન નજીકથી શંકાસ્પદ યુવકની અટકાયત કરી હતી. જોકે, પોલીસે કડક પૂછપરછ કરતાં નરાધમ યુવકે પોતાનો ગુન્હો કબૂલ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે યુવકની ધરપકડ કરીઓ વધુ તપાસ હાથ ધરી છે.