સુરત : નરાધમે અસ્થિર મગજની મહિલા પર આચર્યુ દુષ્કર્મ, બનાવી ગર્ભવતી

વડોદરા જિલ્લાના ડભોઇ પંથકની ૩૦ વર્ષીય અસ્થિર મગજની મહિલાને કોઈ અજાણ્યા નરાધમે ગર્ભવતી બનાવી દીધી હતી.

New Update
સુરત : નરાધમે અસ્થિર મગજની મહિલા પર આચર્યુ દુષ્કર્મ, બનાવી ગર્ભવતી

વડોદરા જિલ્લાના ડભોઇ પંથકની ૩૦ વર્ષીય અસ્થિર મગજની મહિલાને કોઈ અજાણ્યા નરાધમે ગર્ભવતી બનાવી દીધી હતી. જે ભટકાતાં સુરત શહેર ખાતે આવી પહોંચી હતી જેની મદદે સખી વન સ્ટોપ સંસ્થા આવી હતી.

Advertisment

નરાધમની હેવાનિયતનો એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરા જિલ્લાના ડભોઇ પંથકની એક ૩૦ વર્ષીય અસ્થિર મગજની મહિલાને એક નરાધમે ગર્ભવતી બનાવી દીધી હતી,મહિલા સુરત લાલગેટ પોલીસ હદ વિસ્તારમાં ભટકી રહી હતી,અસ્થિર મગજની મહિલા પર સખી વન સ્ટોપ સંસ્થાના સભ્યની જતાં તેઓને તાત્કાલિક કામરેજના ધોરણ પારડી ખાતે આવેલ આશીર્વાદ માનવ મંદિર ખાતે લાવવામાં આવી હતી જ્યાં મહિલા ને ૬ મહિનાથી ઉપરનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું,આશીર્વાદ માનવ મંદિર ના સંચાલક દ્વારા મહિલાનો કબજો લઈ તમામ સારસંભાળ રાખવાની જવાબદારી ઉઠાવી હતી,અજાણ્યા નરાધમ દ્વારા અસ્થિર મગજની મહિલા સાથે આ પ્રકારનું કૃત્ય કરતા ખરેખર માનવતા મરી પડી હોય એવું લાગી રહ્યું છે.  સુરત : નરાધમે અસ્થિર મગજની મહિલા પર આચર્યુ દુષ્કર્મ, બનાવી ગર્ભવતી

Advertisment