Connect Gujarat
સુરત 

સુરત : પાર્સલ સેવાની દિશામાં નવતર પ્રયોગ, રેલ્વે પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ સેવાનું બુકિંગ શરૂ કરાયું...

ભારત પોસ્ટ અને ભારતીય રેલ્વેના સંયુક્ત ઉપક્રમે પાર્સલ સેવા શરૂ કરવાની દિશામાં પ્રથમ વખત નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

X

ભારત પોસ્ટ અને ભારતીય રેલ્વેના સંયુક્ત ઉપક્રમે પાર્સલ સેવા શરૂ કરવાની દિશામાં પ્રથમ વખત નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રેલ્વે પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ પાર્સલ સેવા શરૂ કરવાની તડામાર તૈયારીઓ સુરત રેલ્વે સ્ટેશન ખાતે શરૂ કરવામાં આવી છે.

સુરત રેલવે સ્ટેશન ખાતે રેલવે પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ પાર્સલ સેવાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં સુરતથી વારાણસીના પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત જે ટ્રેન નક્કી કરવામાં આવશે, તેમાં એકત્રિત કરાયેલા પાર્સલોને મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે માટે સુરત રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસની ઓફિસ અને ગોડાઉન તૈયાર કરવામાં આવી રહ્યું છે. શહેરભરમાંથી પોસ્ટ ઓફિસના કર્મચારીઓ સુરત સ્ટેશન સુધી પાર્સલ પહોંચાડશે અને ત્યારબાદ ગોડાઉનમાં જ તમામ પાર્સલોને સીલ મારવાની પ્રક્રિયા પૂર્ણ કરાશે. આ સેવા અંતર્ગત કેટલીક ટ્રેનોને પસંદ કરવામાં આવી છે. તે ટ્રેનોમાં અંદાજિત 150થી 200 કિલો વજનના પાર્સલ તૈયાર કરવામાં આવશે. જોકે, મોટા વજનના પાર્સલોને ટ્રેનના કોચ સુધી પહોંચાડવા માટે ફોરક્લિપ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે, ત્યારે ફોરક્લિપ મશીનના ઉપયોગ માટેની ટ્રાયલ પણ સુરત રેલ્વે સ્ટેશન ખાતે શરૂ કરી દેવામાં આવી છે.

Next Story